'છોટીકાશી'માં પરંપરાગત રીતે એવરત-જીવરત વ્રતની ઉજવણી
દરેક ધાર્મિક તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવતા 'છોટીકાશી' જામનગરમાં અષાઢ માસનાં અંતિમ ત્રણ દિવસમાં એવરત-જીવરત વ્રત ઉજવવાની પરંપરા છે. દામ્પત્ય જીવનનાં આરંભનાં પાંચ વર્ષ પરીણીતાઓ પતિનાં દિર્ધાયુષ્ય તથા સુખી જીવન માટે આ વ્રત કરે છે તેમજ સંતાનધારી મહિલાઓ સંતાનોનાં દિર્ધાયુષ્ય તથા સુખી જીવન માટે જીવનભર કે શક્ય હોય ત્યાં સુધી વ્રત કરે છે. શહેરમાં ચાંદી બજાર વિસ્તારમાં આવેલ શ્રી વાઘેશ્વરી માતાનાં મંદિરે વ્રત અંતર્ગત દેવીપૂજન કરવા માટે વ્રતધારી મહિલાઓ બહોળી સંખ્યામાં ઉમટી હતી. આ ઉપરાંત પણ વિવિધ મંદિરો તથા દેવી સ્થાનકોએ મહિલાઓએ વ્રત પૂજન કર્યુ હતું.