Gujarat

વડોદરા શહેર-જિલ્લામાં કાલે મતદાન માટે 34 સ્થળોએથી ઈવીએમ ફાળવણી અને રવાનગી

By GS TEAM
25 Apr 20262 mins read
TukuTouch Logo
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 અન્વયે વડોદરા જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત, ચાર નગરપાલિકા તેમજ વડોદરા મહાનગરપાલિકાની આવતીકાલે તા.26ના રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે આજે વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.) ફાળવણી અને રવાનગીની કામગીરી હાથ ધરવામાં આવી હતી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેર-જિલ્લામાં કાલે મતદાન માટે 34 સ્થળોએથી ઈવીએમ ફાળવણી અને રવાનગી

Vadodara : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 અન્વયે વડોદરા જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત, ચાર નગરપાલિકા તેમજ વડોદરા મહાનગરપાલિકાની આવતીકાલે તા.26ના રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે આજે વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.) ફાળવણી અને રવાનગીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટેની તમામ આનુષંગિક પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

 મતદાનની સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે પાર પાડવા માટે વડોદરા જિલ્લામાં વિવિધ સ્તરે ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વડોદરા શહેર વિસ્તારમાં કુલ 6 સ્થળોએ, નગરપાલિકા કક્ષાએ 4 સ્થળોએ તેમજ વડોદરા જિલ્લા અને તાલુકા કક્ષાએ કુલ 24 સ્થળોએ મળીને સમગ્ર જિલ્લામાં કુલ 34 સ્થળોએથી ઈ.વી.એમ. રિસીવિંગ અને ડિસ્પેચિંગની કામગીરી ખૂબ જ ચીવટપૂર્વક અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી.

 ઈ.વી.એમ. ડિસ્પેચિંગ કેન્દ્રો પર રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ સુરક્ષા અને ચોક્સાઈના તમામ માપદંડો જાળવવામાં આવ્યા હતા. દરેક કેન્દ્ર પર પ્રિસાઇડિંગ ઑફિસર અને પોલિંગ ઑફિસરોને તેઓની ફાળવાયેલી ચૂંટણી સામગ્રી, જેમાં બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ, વિવિધ વૈધાનિક અને બિન-વૈધાનિક કવર્સ તથા જરૂરી સ્ટેશનરીની ઝીણવટપૂર્વક ચકાસણી કરીને સોંપણી કરવામાં આવી હતી. મતદાન મથકો પર રવાના થતી તમામ પોલિંગ પાર્ટીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ નિયત કરાયેલા રૂટ પર જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ વાહનો મારફતે રવાના કરવામાં આવી હતી. આ સમગ્ર રવાનગી પ્રક્રિયા દરમિયાન ઝોનલ ઑફિસરો, માઈક્રો ઓબ્ઝર્વર્સ અને સુરક્ષા કર્મીઓ દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી હતી.