Get The App

પાંચ જુલાઈથી દર શનિ અને રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લોકો પક્ષીઓ જોવાનો લહાવો માણી શકશે

બાયોડાયવર્સિટી પાર્ક,ફલાવરપાર્ક, દુધેશ્વરબ્રિજ નીચે પક્ષીઓને જોવા રજિસ્ટ્રેશન કરાવુ પડશે

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News

     પાંચ જુલાઈથી દર શનિ અને રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લોકો પક્ષીઓ જોવાનો લહાવો માણી શકશે 1 - image

  અમદાવાદ,મંગળવાર,1 જુલાઈ,2025

પાંચ જુલાઈથી દર શનિ અને રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લોકો સવારના ૬થી ૮ અને સાંજના ૫થી ૭ કલાક સુધી પક્ષીઓ જોવાનો લહાવો માણી શકશે. રિવરફ્રન્ટ વિસ્તારમાં અત્યારસુધીમાં ૧૯૧ પ્રકારના પક્ષી જોવા મળ્યા છે. બાયોડાયવર્સિટી પાર્ક, ફલાવર પાર્ક, દુધેશ્વરબ્રિજ અને રેલવે બ્રિજથી સુભાષબ્રિજ સુધીના વિસ્તારમાં પક્ષીઓને જોવાનો લહાવો માણવા માટે રજિસ્ટ્રેશન કરાવુ પડશે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ પ્રતિ લોકોમા જાગૃતિ વધે એ માટે શહેરીજનોને બર્ડ વોચિંગનો અનુભવ કરાવવા નિર્ણય કર્યો છે.બર્ડ વોચિંગ દરમિયાન રિવરફ્રન્ટના અલગ અલગ વિસ્તારમાં જોવા મળતા વિવિધ પક્ષીઓને  મુલાકાતીઓ નજીકથી નિહાળી શકશે.ટેલિસ્કોપ ઉપરાંત બાયનોકયુલર્સ,પક્ષીઓની ઓળખ માટે હેન્ડબુક ઉપરાંત પક્ષીઓની સુંદરતાને કેમેરામા કેદ કરવા માંગતા મુલાકાતીઓ માટે જરુરી કેમેરાની વ્યવસ્થા કરવામા આવશે.આ કાર્યક્રમની શરુઆત બાયોડાયવર્સિટી પાર્ક, આંબેડકરબ્રિજની નીચેથી કરવામાં આવશે.પક્ષીઓને જોવા માંગતા મુલાકાતીઓએ   #bird #watching #activity #peace #serene #sabarmatiriverfront #riverfront #ahmedabadરજિસ્ટ્રેશન કરાવવુ પડશે.

Tags :