ચોમાસાની ઋતુને એક મહિનો થવા છતાં વડોદરામાં મેધો મન મૂકીને વરસ્યો નથી
Vadodara Monsoon : ચોમાસાની ઋતુનો એક મહિનો પૂરો થવા છતાં પણ હજી મન મૂકીને મેઘો વરસતો નથી ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 9.70 એમ.એમ પાણી પડ્યું છે. જ્યારે વિશ્વામિત્રી નદી ની સપાટી કાલાઘોડા ખાતે 6.69 ફૂટ નોંધાઇ છે અને આજવાની સપાટી 211.20 ફૂટ છે. 211 ફૂટ સપાટી મેન્ટેઈન કરવાના ઇરાદે વધારાનું 0.20 મીમી પાણી આજવામાંથી ખાલી કરવાની શક્યતા નકારી શકાતી નથી. વધારાનું આ પાણી પંપથી શક્યત: ઉલેચાશે.
પાલિકા સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 9.70 મીમી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 20.25 ઇંચથી વધુ નોંધાયો છે. આ સાથે વિશ્વામિત્રી નદીની હાલની સપાટી કાલાઘોડા ખાતે 6.69 ફૂટ નોંધાઈ છે. જ્યારે કે આજવાની સપાટી 211.20 ફૂટ છે. જોકે અગાઉ 211.35 ફૂટ સપાટી થઈ હતી પરંતુ 211 ફૂટ મેન્ટેઇન કરવાના ઇરાદે ઉપરનું પાણી પંપથી ઉલેચવામાં આવ્યું હતું. તેવી જ રીતે હાલ આજવાની સપાટી 211.20 ફૂટ છે તેથી વધારાનું 0.20 ઇચ પાણી પણ ઉલેચવાની શક્યતા શક્યતા સેવાઈ રહી છે.