Get The App

સુરત: ગામડા સાથે શહેરોમાં પણ નોળીયા નોમની પૂજાની પરંપરા આજે પણ જીવંત

- 4Gના યુગમાં પણ તહેવારોની શ્રધ્ધા અડગ

Updated: Aug 19th, 2018

GS TEAM

Google News
Google News
સુરત: ગામડા સાથે શહેરોમાં પણ નોળીયા નોમની પૂજાની પરંપરા આજે પણ જીવંત 1 - image

ગામડાંઓમાં આજે પણ નોળીયા જોવા મળતા હોવાથી તેના દર્શન કરી પૂજા થાય જ્યારે શહેરમાં લોટનો નોળીયો બનાવી તેની પૂજા કરે છે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 19 ઓગસ્ટ 2018 રવિવાર

ઈમેલ અને ફોર-જી ઈન્ટરનટના આજના જમાનામાં પણ હિન્દુ તહેવારોની શ્રધ્ધા અડગ જોવા મળી રહી છે. આજે નોળીયા નોમ ( નોળી નોમ)ની પુજાનું મહત્વ ગામડાંઓ સાથે શહેરમાં પણ એઠલું જ જોવા મળી રહ્યું છે. ગામડાંઓમાં આજે પણ નોળીયાના દર્શન કરીને પૂજા કરવામા આવે છે. જ્યારે શહેરમાં નોળીયા જોવા મળતા ન હોવાથી બ્રાહ્મણ લોટના નોળીયા બનાવીને તેની પૂજા કરી તહેવારોની શ્રધ્ધાને જાળવી રહ્યાં છે. 

હિન્દુઓ માટેના પવિત્ર શ્વાવણ માસમાં તહેવારો એક પછી એક આવતા રહે છે પરંતુ તહેવારો સાથે નવી પેઢીને જોડવા માટે વડિલો તહેવારની ઉજવણી કે પૂજામાં થોડી બાંધછોડ કરી રહ્યાં છે. શિતળા સાતમમાં પરંપરાગત ખોરાકના બદલે આધુનિક ફાસ્ટફુડનો ખોરાકની  એન્ટ્રી થઈ ગઈ છે. જ્યારે હવે નોળીયા નોમની પુજાનું પણ શહેરમાં મહત્વ જોવા મળે છે. 

શહેર સિમેન્ટ કોંક્રીટનું જંગલ બની જતાં પર્યાવરણના રક્ષક કહેવાતા નોળિયા અદ્રશ્ય થઈ ગયાં છે. પરંતુ નોળીયા નોમની પુજા માટે બ્રાહ્મણોએ લોટનો નોળીયો બનાવી પૂજા કરાવવાનું શરૃ કર્યું છે. 

આજે નોળીયા નોમના દિવસે શહેરના અનેક વિસ્તારમાં લોટના બનાવેલા નોળીયાની પૂજા કરીને મહિલાઓ ઉપવાસ કરીને  કાપ્યા વગરનો ખારોક ખાય છે. જ્યારે ગાંમડાંઓમાં આજે પણ પ્રતિદિન નોળીયા દેખાતા હોવાથી નોળીયાના દર્શન કરીને મહિલાઓ ઉપવાસ પુજા કરી રહી છે. હાલ ફોર-જી ઈન્ટરનેટનો જમાનો હોવા છતાં પણ હિન્દુઓના પરંપરાગત તહેવારની ઉજવણીમાં કોઈ ખાસ ઓટ આવતી નથી અને પરંપરા આજે પણ જીવંત જોવા મળી રહી છે.

Tags :