Gujarat

ગણેશોત્સવના ત્રણ મહિના બાદ પણ નવલખી કૃત્રિમ તળાવમાં શ્રીજી મૂર્તિના અવશેષો યથાવત

By GS TEAM
16 Dec 20252 mins read
TukuTouch Logo
દુંદાળા દેવ શ્રીજીના મહોત્સવ સંપન્ન થયાના ત્રણેક મહિના બાદ પણ શહેરના રાજમહેલ રોડ સ્થિત નવલખી મેદાનમાં આવેલા સૌથી મોટા કૃત્રિમ તળાવમાં હજી પણ શ્રીજી મૂર્તિના અવશેષો અને લાકડાના બેઝ પણ ચારે બાજુએ હજી પણ પાણીમાં છે અને કૃત્રિમ તળાવમાં બંધીયાર પાણીના ભારે દુર્ગંધ ફેલાવા સહિત મચ્છરોનો પણ ઉપદ્ર વધ્યો છે. ઉપરાંત ઉપરાંત કૃત્રિમ તળાવના પાણીમાં જળચર મગર જેવા પ્રાણીઓ અને માછલીઓ પણ જોવા મળે તો નવાઈ નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશોત્સવના ત્રણ મહિના બાદ પણ નવલખી કૃત્રિમ તળાવમાં શ્રીજી મૂર્તિના અવશેષો યથાવત

દુંદાળા દેવ શ્રીજીના મહોત્સવ સંપન્ન થયાના ત્રણેક મહિના બાદ પણ શહેરના રાજમહેલ રોડ સ્થિત નવલખી મેદાનમાં આવેલા સૌથી મોટા કૃત્રિમ તળાવમાં હજી પણ શ્રીજી મૂર્તિના અવશેષો અને લાકડાના બેઝ પણ ચારે બાજુએ હજી પણ પાણીમાં છે અને કૃત્રિમ તળાવમાં બંધીયાર પાણીના ભારે દુર્ગંધ ફેલાવા સહિત મચ્છરોનો પણ ઉપદ્ર વધ્યો છે.  ઉપરાંત ઉપરાંત કૃત્રિમ તળાવના પાણીમાં જળચર મગર જેવા પ્રાણીઓ અને માછલીઓ પણ જોવા મળે તો નવાઈ નહીં. 

ઉલ્લેખનિય છે કે, શહેરમાં ઉજવાતા ગણેશોત્સવ મૂર્તિ વિસર્જન અંગે વિવિધ વિસ્તારમાં સાત જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા જ જેમાં સૌથી મોટું કૃત્રિમ તળાવ નવલખી મેદાન ખાતે બનાવાયું છે. શ્રીજી મહોત્સવ સંપન્ન થયાને ત્રણેક માસ જેટલો સમય વ્યતીત થઈ ગયો છે. મૂર્તિ વિસર્જન બાદ નવલખી તળાવમાં હજી પણ શ્રીજી મૂર્તિના અવશેષો પાણીમાં યથાવત છે. જેનો હજી સુધી નિકાલ કરાયો નથી આ ઉપરાંત મૂર્તિના બેઝ પણ પાણીમાં યથાવત છે. ચારે બાજુથી પાણી બંધીયાર થવાના કારણે અતિશય દુર્ગંધ તથા મચ્છરોનો ભારે ત્રાસ વધી ગયો છે. 

આ તળાવ ગણેશ મહોત્સવ માટે અગાઉ વિવિધ સગવડો અંગે પાલિકાના ટેન્ડરના નાણા પણ કોન્ટ્રાક્ટરોને ચૂકવાઇ ગયા છે પરંતુ હજી સુધી આ કૃત્રિમ તળાવની સફાઈ પણ થઈ નથી. વોર્ડ નં. 13ના અને શહેરના સૌથી મોટા નવલખી કૃત્રિમ તળાવની વહેલી તકે સફાઈ થાય એ અત્યંત જરૂરી છે. આ ઉપરાંત શ્રીજી મૂર્તિના અવશેષોનો પણ યોગ્ય રીતે નિકાલ કરવો પણ અત્યંત જરૂરી હોવાની માંગ ઉઠી છે. આવા બંધીયાર પાણીમાં જળચર મગર જેવા પ્રાણીઓ અને માછલીઓ પણ જોવા મળે તો નવાઈ નહીં.