જામનગરમાં પાંચહાટડી વિસ્તારમાં બે માળનું એક જર્જરીત મકાન જોખમી હોવાથી એસ્ટેટ શાખાએ તોડી પાડ્યું
જામનગરમાં પાંચ હાટડી નજીક ખંભોત્રી ફળીમાં ડો. માંડવીયાના દવાખાનાની બાજુમાં જ આવેલું બે માળનું જૂનું મકાન કે જે ખૂબ જ જર્જરીત અવસ્થામાં હતું, અને તેમાં કોઈ રહેતું ન હતું. અને ઘણા સમયથી ખાલી પરંતુ અત્યંત જોખમી અવસ્થામાં હતું.
જે અંગે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાને જાણ કરવામાં આવી હતી, જેથી સલામતીના ભાગરૂપે શનિવારે બપોરે એસ્ટેટ શાખાની ટુકડી ખંભોત્રી ફળીમાં પહોંચી ગઈ હતી, અને આસપાસ નો વિસ્તાર કોર્ડન કરાવી લીધા બાદ બે માળનું જોખમી મકાન, કે જેનું ડિમોલેશન કરીને તોડી પાડ્યું હતું, અને મકાનનો કાટમાળ એકત્ર કરી લેવાયો હતો. કોઈ જાનહાની સર્જાય નહીં, અને આસપાસના રહેવાસીઓને નુકસાન ન પહોંચે, તેની સલામતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.