લાંચ કેસમાં ઇએસઆઇના ઇન્સ્પેક્ટરને ત્રણ વર્ષની સજા
વર્ષ ૨૦૧૨માં ૪૦ હજારની લાંચ લેતા ઝડપાયા હતાઃ કંપનીના માલિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી
વડોદરા : મકરપુરા જીઆઇડીસીમાં આવેલી કંપનીના માલિક પાસે રૃા.૪૦ હજારની લાંચની માંગણી કરી લાંચ લેતા ઝડપાઇ ગયેલા ઇએસઆઇસીના ઇન્સ્પેક્ટરને કસુરદાર ઠેરવી ન્યાયાધીશે ત્રણ વર્ષની સાદી કેદની સજા તેમજ રૃા.૧૫ હજારનો દંડ ફટકારી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો આદેશ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે, મકરપુરા જીઆઇડીસીમાં મનોજભાઇ પટેલની
એન્જિનિયરિંગ કંપનીમાં ં વર્ષ ૨૦૧૨માં ઇએસઆઇસીના ઇન્સ્પેક્ટર જીતેન્દ્રકુમાર
અરવિંદકુમાર સીંગ (રહે.માંજલપુર) ઓડિટ માટે આવ્યા હતા. તપાસમાં કોઇ નિયમનો ભંગ
કરવામાં આવ્યો હોય તેવી વિગતો સામે આવી ન હતી એટલે અધિકારીએ તમારે ચલણથી રૃા.૩૫૦૦
ઇએસઆઇસીમાં જમા કરાવવા પડશે તેમ જણાવ્યું હતું.
નાણાં ચલણથી ભરવાના હોઇ મનોજભાઇએ તૈયારી બતાવતા ઇન્સ્પેક્ટરે
તમારે બીજા રૃા.૪૦,૦૦૦ મને આપવા પડશે તેમ કહ્યું હતું. ફરિયાદીએ
લાંચની રકમ આપવાની ના કહેતા ઇન્સ્પેક્ટરે કેટલીક ભુલો બતાવી હતી અને જો તમે ૪૦
હજાર નહી આપો તો તમારે મોટી રકમ ભરવી પડશે તેમ કહેતા ફરિયાદીએ થોડા દિવસમાં તે આ
રકમ આપશે અત્યારે પૈસા નથી તેમ કહી અધિકારીને રવાના કર્યા હતા. તા.૨૮ ડિસેમ્બર
૨૦૧૨ના રોજ લાંચની રકમ આપવાનું નક્કી થતાં ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ આપી હતી.
એસીબી દ્વારા મકરપુરા જીઆઇડીસી સ્થિત કંપનીમાં છાટકુ ગોઠવવામાં
આવ્યું હતું. અધિકારીએ રૃા.૪૦,૦૦૦ની રોકડ રકમનું કવર સ્વિકારતા વોંેંચમાં
ગોઠવાયેલા એસીબીના જવાનોએ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.