Gujarat

14 દિવસની રજા પર ગયેલો હત્યાનો કેદી ફરાર કેદી પકડાયો,આજીવન કેદ થઇ હતી

By GS TEAM
23 Jun 20251 min read
14 દિવસની રજા પર ગયેલો હત્યાનો કેદી ફરાર કેદી પકડાયો,આજીવન કેદ થઇ હતી

વડોદરાઃ ડભોઇ ખાતે હત્યા કરવા બદલ આજીવન કેદની સજા દરમિયાન પેરોલ પર છૂટી ફરાર થયેલા કેદીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

ડભોઇ પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૧૮ દરમિયાન એક વ્યક્તિની કુહાડી અને પરાઇ જેવા ઘા ઝીંકી હત્યા કરવાના બનેલા બનાવમાં પોલીસે સુરેશ ભાઇલાલ તડવી(સુરત ફળિયા પાછળ,ડભોઇ)ને ઝડપી પાડયો હતો.

કોર્ટે આજીવન સજા ફટકારતાં વડોદરાની જેલમાં રખાયેલો સુરેશ ગઇ તા.૩જી જૂને ૧૪ દિવસની ફર્લો રજા પર મુક્ત થયો હતો.પરંતુ ત્યારબાદ તે હાજર નહિ થતાં જેલ સત્તાધીશોએ વડોદરા પોલીસને જાણ કરી હતી.જેથી ક્રાઇમ બ્રાન્ચે તેની માહિતી એકત્રિત કરી છોટાઉદેપુરના લાલપુર ગામેથી ઝડપી પાડયો છે.