Get The App

14 દિવસની રજા પર ગયેલો હત્યાનો કેદી ફરાર કેદી પકડાયો,આજીવન કેદ થઇ હતી

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
14 દિવસની રજા પર ગયેલો હત્યાનો કેદી ફરાર કેદી પકડાયો,આજીવન કેદ થઇ હતી 1 - image

વડોદરાઃ ડભોઇ ખાતે હત્યા કરવા બદલ આજીવન કેદની સજા દરમિયાન પેરોલ પર છૂટી ફરાર થયેલા કેદીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

ડભોઇ પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૧૮ દરમિયાન એક વ્યક્તિની કુહાડી અને પરાઇ જેવા ઘા ઝીંકી હત્યા કરવાના બનેલા બનાવમાં પોલીસે સુરેશ ભાઇલાલ તડવી(સુરત ફળિયા પાછળ,ડભોઇ)ને ઝડપી પાડયો હતો.

કોર્ટે આજીવન સજા ફટકારતાં વડોદરાની જેલમાં રખાયેલો સુરેશ ગઇ તા.૩જી જૂને ૧૪ દિવસની ફર્લો રજા પર મુક્ત થયો હતો.પરંતુ ત્યારબાદ તે હાજર નહિ થતાં જેલ સત્તાધીશોએ વડોદરા પોલીસને જાણ કરી હતી.જેથી ક્રાઇમ બ્રાન્ચે તેની માહિતી એકત્રિત કરી છોટાઉદેપુરના લાલપુર ગામેથી ઝડપી પાડયો છે.

Tags :