ક્લોથ માર્કેટ વિંગને મળતી અરજીની કામગીરી ઝડપી કરવા સુચના આપી
આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓએ મીટીેંગ યોજી
ન્યુ ક્લોથ માર્કેટ મસ્કતી મહાજનના હોદેદારો સાથે ડીસીપી હિમકરસિંહે મીટીંગ કરીને વેપારીઓ પાસેથી વિગતો મેળવી
અમદાવાદ, ગુરૂવાર
ન્યુ ક્લોથ માર્કેટમાં કાપડના વેપારીઓ સાથે થતી
છેતરપિંડીઓના મામલે ક્રાઇમબ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખામાં ખાસ ન્યુ ક્લોથ
માર્કેટ વિંગની રચના કરવામાં આવી છે. જેમાં
સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમમાં આવતી અરજીઓ અંગે તપાસ કરીને નિકાલ કરવાથી
માંડીને ગુના નોંધવાની કામગીરી કરવામાં આવે છે. ત્યારે ડીસીપીએ મસ્કતી મહાજનના
હોદેદારો અને વેપારીઓ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બેઠક યોજી હતી.
ન્યુ ક્લોથ માર્કેટ મસ્કતી મહાજનના હોદેદારો અને કાપડના
વેપારી સાથે આર્થિક ગુના નિવારણ શાખાના ડીસીપી હિમકરસિંહે મીટીંગ યોજી હતી. જેમાં
કાપડના વેપારીઓ સાથે થતી છેતરપિંડીને રોકવા માટે
ખાસ સુચનો આપવામાં આવ્યા હતા અને સાવધાની રાખવા માટે તાકીદ કરવામાં આવી
હતી. તેમજ વેપારીઓને પડતી મુશ્કેલી અને તેમના સુચનો પણ સાંભળવામાં આવ્યા હતા. જે
અનુસંધાનમાં ડીસીપી દ્વારા સત્વરે અરજીઓનો નિકાલ કરવા અને તપાસ ઝડપી બનાવવા માટે
જરૂરી સુચના આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કાપડના વેપારીઓ સાથે પ્રતિવર્ષ
કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાઇ છે. જેની તપાસ નિયમિત રીતે થાય તે માટે
આર્થિક ગુના નિવારણ શાખામાં જ ખાસ વિંગ બનાવવામાં આવી છે.