Get The App

G-20 બેઠકના પગલે આજે અટલ બ્રિજ 6 કલાક બંધ, તમામ અતિથિઓ લેશે મુલાકાત

11 આમંત્રિત દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે G-20 સભ્ય દેશોના 130 પ્રતિનિધિઓ લેશે ભાગ

અટલ બ્રિજને બપોરે 3થી રાત્રે 9 સુધી બંધ રાખવામાં આવશે

Updated: Mar 27th, 2023

GS TEAM


Google News
Google News
G-20 બેઠકના પગલે આજે અટલ બ્રિજ 6 કલાક બંધ, તમામ અતિથિઓ લેશે મુલાકાત 1 - image


આ વખતે ભારત જયારે G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. જેના અંતર્ગત, 11 આમંત્રિત દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે G-20 સભ્ય દેશોના 130 પ્રતિનિધિઓ G-20 એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપની આજથી શરુ થતી બીજી બેઠકમાં ભાગ લેશે. આ બેઠક 29 માર્ચ સુધી ગાંધીનગર ખાતે યોજાશે. જેના પગલે આજે અટલ બ્રિજ 6 કલાક બંધ રહેશે.  સુરક્ષાના ભાગ રૂપે અટલ બ્રિજને બપોરે 3થી રાત્રે 9 સુધી બંધ રાખવામાં આવશે. આ સમિટમાં ભાગ લઈ રહેલા તમામ અતિથિઓ અટલ બ્રિજની મુલાકાત લેશે.

પ્રાચીન જળ વ્યવસ્થાપન પ્રથાઓનું પ્રદર્શન

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના જણાવ્યા અનુસાર,અડાલજ વાવમાં ભારતની પ્રાચીન જળ વ્યવસ્થાપન પ્રથાઓનું પ્રદર્શન કરવામાં આવશે પ્રાચીન વાવડી અને સાબરમતી સાઈફનમાં બારતના એન્જિનિયરિંગ કૌશલનું પ્રદર્શન કરાશે.

ક્લાયમેટ ફ્રેન્ડલી બ્લુ અર્થતંત્રને પ્રોત્સાહન અપાશે 

આજથી ગાંધીનગરમાં શરૂ થનારી ત્રણ દિવસીય બેઠકમાં જમીનમાં વધતા નુકશાનો રોકવા, ઇકોસિસ્ટમ પુનઃસ્થાપનને વેગ આપવા અને જૈવવિવિધતાને સમૃદ્ધ બનાવવા, સંસાધન કાર્યક્ષમતા અને પરિપત્ર અર્થતંત્રને પ્રોત્સાહિત કરવા અને ક્લાયમેટ ફ્રેન્ડલી બ્લુ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

અંતિમ દિવસે વધુ ટેકનિકલ સત્રો યોજાશે 

મંત્રાલયે જણાવ્યું હતું કે, કોન્ફરન્સ જળ શક્તિ મંત્રાલયના નેતૃત્વમાં જળ સંસાધન વ્યવસ્થાપન પર એક સાઈડ ઈવેન્ટ સાથે શરૂ થશે, જ્યાં G20 સભ્ય દેશો આ વિષય પર શ્રેષ્ઠ પ્રથાઓ પર પ્રસ્તુતિઓ કરશે. અંતિમ દિવસે વધુ ટેકનિકલ સત્રો થશે અને અંતિમ મંત્રી સ્તરીય સંચારની રૂપરેખા પર ચર્ચા થશે.

અલગ અલગ યોજનાઓની ગુણવત્તાની કામગીરીના વિષય પર વાતચીત 

બેઠક દરમિયાન, જલ શક્તિ મંત્રાલય હેઠળની વિવિધ સંસ્થાઓ અટલ ભુજળ યોજના, સ્વચ્છ ભારત અભિયાન, જળ જીવન મિશન, નમામિ ગંગે, જળ શક્તિ અભિયાન, રાષ્ટ્રીય જળ મિશન વગેરે જેવા વિષયો પર સ્ટોલ લગાવશે અને પ્રતિનિધિઓને ઉચ્ચ ગુણવત્તાની કામગીરી વિશે માહિતગાર કરાશે.

Tags :