Gujarat

નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાનું છે પણ અંગ્રેજી માધ્યમના પાઠયપુસ્તકો મળતા નથી

By GS TEAM
31 May 20262 mins read
નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાનું છે પણ અંગ્રેજી માધ્યમના પાઠયપુસ્તકો મળતા નથી

વડોદરાઃ સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર શરુ થવાને આડે હવે એક સપ્તાહનો જ સમય રહ્યો છે( જો સરકાર વેકેશન ના લંબાવે તો) પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાઠય પુસ્તકોની મારામારી જોવા મળી રહી છે.મળતી વિગતો પ્રમાણે  ગુજરાત બોર્ડની સ્કૂલો માટેના અંગ્રેજી માધ્યમના પુસ્તકો બજારમાં હજી પહોંચ્યા નથી. વિદ્યાર્થીઓને આ પુસ્તકો નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થાય તે પહેલા મળશે કે કેમ તે અંગે પણ અનિશ્ચિતતા છે.

વડોદરા બૂક સેલર ફેડરેશનના પ્રમુખ ટીનાભાઈ ઠકકરનું કહેવું છે કે, ગુજરાતના શિક્ષણ વિભાગે કેટલાક ધોરણોમાં હવે એનસીઈઆરટીના જ પાઠય પુસ્તકો ભણાવવાનું નક્કી કર્યું છે.જોકે અત્યારે ૮૦ ટકા બૂક સેલર્સ પાસે અંગ્રેજી માધ્યમના ધો.૩, ૪, ૫, ૬, ૭, ૯ અને ૧૧ના કેટલાક વિષયના પાઠય પુસ્તકો ઉપલબ્ધ નથી.૧૦ થી ૨૦  ટકા બૂકસેલર્સ કદાચ એવા છે જેઓ પોતાના દિલ્હીના સંપર્કો થતી એનસીઆઈઆરટીના પાઠય પુસ્તકો મંગાવીને વેચી રહ્યા છે.પાઠય પુસ્તકો ક્યારે આવશે તેની જાણકારી બૂક સેલર્સ પાસે નથી.

તેમના કહેવા પ્રમાણે ગુજરાતી માધ્યમના પાઠય પુસ્તકોની જોકે કોઈ અછત નથી.એેમ પણ ગ્રાન્ટેડ સ્કૂલોમાં પાઠય પુસ્તકો વિદ્યાર્થીઓને વિના મુલ્યે આપવામાં આવે છે અને ગુજરાતી માધ્યમના પાઠય પુસ્તકોનું મોટા પાયે પ્રિન્ટિંગ થઈ ગયેલું છે.

વાલીઓ ખિસ્સા પરનો ભાર વધશે

નવા શૈક્ષણિક વર્ષથી સ્કૂલ વર્ધીના વાહનોના ભાડામાં વધારો થશે 

પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના કારણે નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વર્ધીના વાહનોના ભાડામાં પણ વધારો નિશ્ચિત છે.તાજેતરમાં સ્કૂલ વર્ધીના વાહનોના એસોસિએશનની બેઠક મળી હતી અને તેમાં ઉપરોક્ત મુદ્દે ચર્ચા થઈ હતી.મળતી જાણકારી પ્રમાણે સ્કૂલ વધી માટેની રીક્ષા અને વાનના ચાલકો ભાડામાં મહિને ઓછામાં ઓછો ૧૦૦ થી ૨૦૦ રુપિયાનો વધારો કરી શકે છે.આમ હજારો વાલીઓેએ  ઉઘડતા સત્રે ભાવ વધારાનો બોજો ઉઠાવવા માટે તૈયાર રહેવું પડશે.સ્કૂલ વર્ધી વાહન ચાલકોના સંગઠનના પ્રમુખ જીવણભાઈ ભરવાડે કહ્યું હતું કે, જે રીતે પેટ્રોલ, ડિઝલની સાથે સીએનજીના ભાવ વધ્યા છે તેના કારણે ભાવ વધારા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.જોકે તેની સત્તાવાર જાહેરાત તા.૮ જૂનના રોજ કરવામાં આવશે.

કયા પાઠય પુસ્તકોની અછત

ધોરણ વિષય

સંતૂર( અંગ્રેજી)

????????????????

??????????????????

મેરી ગોલ્ડ (અંગ્રેજી)

મેરી ગોલ્ડ(અંગ્રેજી)

સોશ્યલ સ્ટડીઝ

પૂર્વી( અંગ્રેજી)

સંસ્કૃત, સોશ્યલ સ્ટડીઝ કોમ્પ્યુટર

૧૦ કોમ્પ્યુટર