Get The App

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારના રેઢી પડેલી કારમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની શોધખોળ

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારના રેઢી પડેલી કારમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની શોધખોળ 1 - image

Jamnagar Liquor Crime : જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં એલસીબીની ટુકડીએ દારૂ અંગે દરોડો પાડી ત્યાં રેઢી પડેલી એક કારમાંથી ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, જ્યારે કારના રજીસ્ટ્રેશનના નંબરના આધારે તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

 જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે નવાગામ ઘેડ વિસ્તારમાં પાર્ક કરેલી એક કારની અંદર ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો સંતાડ્યો છે, જે બાતમીના આધારે પોલીસ ટુકડીએ નવાગામ ઘેડમાં સ્વામીનારાયણ નગર વિસ્તારમાં દરોડો પાડયો હતો.

 જે દરોડા સમયે જી.જે. 3 એફ. કે. 8694 નંબરની કાર બીનવારસી હાલતમાં મળી આવી હતી. જેનો દરવાજો ખોલાવીને અંદર ચેક કરતાં કારમાંથી 36 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

 આથી પોલીસે ઈંગ્લિશ દારૂ અને કાર વગેરે સહિત કુલ રૂપિયા 3,61,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે, જયારે વાહનના રજીસ્ટ્રેશનના નંબરના આધારે તેના ચાલકની શોધ ખોળ હાથ ધરી છે.