Gujarat

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો : દારૂ સંતાડનાર બે આરોપી ફરાર

By GS TEAM
13 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 64 માં એક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડી 60 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, પરંતુ મકાન માલિક સહિત બે શખ્સો ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો : દારૂ સંતાડનાર બે આરોપી ફરાર

Jamnagar Liquor Crime : જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 64 માં એક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડી 60 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, પરંતુ મકાન માલિક સહિત બે શખ્સો ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

 જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 64 માં રહેતા રમેશ ઉર્ફે ગોવિંદભાઈ મંગે નામના શખ્સના રહેણાક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે ગઈકાલે મોડી સાંજે દરોડો પાડયો હતો, જે દરોડા દરમિયાન રહેણાક મકાનમાંથી નાની મોટી 60 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જે ઈંગ્લિશ દારૂ પોલીસે કબજે કરી લીધો છે, અને દારૂનો જથ્થો સંતાડનાર મકાન માલિક રમેશ ગોવિંદભાઈ મંગે અને તેના સાથીદાર કપિલ ધનવાણીને ફરાર જાહેર કરી અને બંનેની શોધખોળ હાથ ધરી છે.