જામનગરના સિક્કામાં એક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : બુટલેગર ફરાર
Jamnagar Liquor Case : જામનગર તાલુકાના સિક્કામાં શ્રીજી સોસાયટીમાં એક ભાડાના મકાનમાં રહેતા ભાવસંગ જોધાભા નામના શખ્સ દ્વારા પોતાના ભાડાના મકાનમાં ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો આયાત કરીને પોતાના ભાડાના મકાનમાંથી તેનું ખાનગીમાં વેચાણ કરાઇ રહ્યું છે.
જે ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે સિક્કા પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી જુદી-જુદી બ્રાન્ડની 49 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોઓનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે રૂપિયા 25,000ની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લીધો છે, જ્યારે ભાડુઆત ભાવસંગ ભાગી છૂટ્યો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.