Get The App

જામનગર શહેરમાંથી એક કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : કાર અને ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સોની અટકાયત

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર શહેરમાંથી એક કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : કાર અને ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સોની અટકાયત 1 - image

Jamnagar Liquor Crime : જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી એલસીબીની ટુકડી એક કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સોને ઝડપી લીધા છે, અને કાર અને ઇંગ્લિશ દારૂ વગેરે કબજે કર્યા છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જુના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી એક કારમાં ઈંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, જેથી ગઈ રાત્રે એલસીબીની ટુકડીએ વોચ ગોઠવી હતી, જે દરમિયાન એક કાર ત્યાંથી પસાર થતાં તેને અટકાવીને તલાસી લીધી હતી.

 જે તલાસી દરમિયાન કારમાંથી 92 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર અને દારૂ સહિત રૂપિયા 4,19,200 ની માલમતા કબજે કરી લીધી છે, જ્યારે કારમાં બેઠેલા ચંગા ગામના સંદીપસિંહ દિલીપસિંહ પિંગળ તેમજ જામનગરના બ્રિજરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની અટકાયત કરી લઈ તેઓ સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે.