જામનગરમાં રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયર ઝડપાયો : જ્યારે એક સ્કુટરમાં દારૂની હેરાફેરી પકડાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Case : જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે એક રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો પકડ્યો છે, ઉપરાંત એક સ્કૂટરમાં પણ ઇંગલિશ દારૂની હેરાફેરી પકડી પાડી છે.
જામનગરમાં મહાકાળી સર્કલ પાસે રહેતા નવઘણભાઈ ખીમાભાઈ નરા નામના શખ્સ દ્વારા પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતાર્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે પોલીસે દરોડો પાડયો હતો. જે દરમિયાન મકાનમાંથી ચાર નંગ ઇંગ્લિશ દારૂની બોટલ, અને 14 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો કબજે કરી લીધો છે પરંતુ મકાન માલિકભાઈ ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરી હાથ ધરી છે.
આ ઉપરાંત જામનગરમા દિગ્વિજય શેરી નંબર 56માંથી એક શખ્સ પોતાના સ્કૂટરમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યો હતો, જેને પોલીસે પડકારતાં પોતે પોતાનું સ્કૂટર છોડીને ભાગી છૂટ્યો હતો.
જે સ્કૂટરમાં 48 નંગ ઇંગ્લિશ દારૂની બોટલના ચપલા મળી આવ્યા હતા. આથી પોલીસે ઇંગલિશ દારૂ અને સ્કૂટર કબજે કરી લીધું છે, જયારે સ્કૂટર ચાલક ભાવિક ઉર્ફે સાંબો ભદ્રા ફરારી થઈ ગયો હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે.








