Gujarat

કચ્છથી આયાત કરીને ધ્રોલના ગઢડા ગામની વાડીમાં સંતાડવામાં આવેલો ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો પકડાયો

By GS TEAM
21 Jul 20251 min read
TukuTouch Logo
રૂપિયા 3.14 લાખના ઇંગ્લિશ દારૂ-બીયર સાથે એક ખેડૂતની અટકાયત : જયારે ભચાઉ કચ્છના સપ્લાયરને ફરાર જાહેર કરાયો

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છથી આયાત કરીને ધ્રોલના ગઢડા ગામની વાડીમાં સંતાડવામાં આવેલો ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો પકડાયો

Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગઢડા ગામમાં આવેલી એક વાડીમાં કચ્છથી આયાત કરીને ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો સંતાડવામાં આવ્યો છે, અને તેનો ખાનગીમાં વેચાણ થઈ રહ્યું છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે ધ્રોલ પોલીસે ગઢડા ગામની સીમમાં આવેલી મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા દેવુભા જાડેજાની વાડીમાં દરોડો પાડ્યો હતો.

 જે દરોડા દરમ્યાન વાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની 228 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને 64 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે રૂપિયા 3,14,400 નો દારૂ-બિયરનો જથ્થો કબજે કરી લીધો છે, અને મહેન્દ્રસિંહ જાડેજાની અટકાયત કરી લીધી છે.

 પોલીસ પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂ ભચાઉ કચ્છમાં રહેતા રામદેવસિંહ ઝાલા નામના બુટલેગરે સપ્લાય કર્યો હોવાથી તેને ફરાર જાહેર કરી તપાસનો દોર કચ્છ સુધી લંબાવ્યો છે.