Gujarat

ધ્રોલ નજીક બે કાર મારફતે રાજસ્થાનથી જામનગર તરફ ઘુસાડવામાં આવી રહેલો ઈંગ્લીશ દારૂ અને બિયરનો માતબર જથ્થો પકડાયો

By GS TEAM
12 Jul 20252 mins read
TukuTouch Logo
એલસીબીના દરોડામાં 292 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો, 24 નંગ બિયરના ટીન અને બે કાર સહિત રૂપિયા 12.80 લાખની માલમતા સાથે બેની અટકાયત : બેના નામ ખૂલ્યા

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રોલ નજીક બે કાર મારફતે રાજસ્થાનથી જામનગર તરફ ઘુસાડવામાં આવી રહેલો ઈંગ્લીશ દારૂ અને બિયરનો માતબર જથ્થો પકડાયો

Jamnagar Liquor Smuggling : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા પાસેથી એલસીબીની ટુકડીએ વોચ ગોઠવીને બે કાર મારફતે રાજસ્થાનથી જામનગર તરફ અને ત્યાંથી ભાણવડ તરફ ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂ અને બીયરનો માતબર જથ્થો પકડી પાડ્યો છે, અને બે દારૂના ધંધાર્થીની અટકાયત કરી છે. પોલીસ દ્વારા રૂપિયા 12.80 લાખની માલમત્તા કબજે કરી લેવામાં આવી છે, જ્યારે દારૂના સપ્લાયર અને રીસીવરને ફરાર જાહેર કરાયા છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી જુદી જુદી બે કાર મારફતે ઈંગ્લીશ દારૂનો માતબર જથ્થો જામનગરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, અને ત્યાંથી ભાણવડ તરફ જઈ રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈકાલે રાત્રે ધ્રોલ નજીક સોયલ ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી.જે વોચ દરમિયાન જી.જે.37 જે 9510 તેમજ જી.જે. 7 બી.એન.1420 નંબરની બે અલગ-અલગ કાર ત્યાંથી પસાર થતાં બંનેને અટકાવી હતી, અને તેની તલાશ લીધી હતી

 જે તલાસી દરમિયાન બંને કારમાંથી કુલ 292 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો અને 24 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે ઈંગ્લીશ દારૂ અને બિયરના ટીન તથા ત્રણ મોબાઇલ ફોન અને બે કાર સહિત કુલ રૂપિયા 12,80,724 ની માલમતા કબજે કરી લીધી છે. 

જ્યારે બંને કારના ચાલક ભાણવડ તાલુકાના સેઢાખાઈ ગામના કમલેશ મેરામણભાઇ નંદાણીયા તેમજ ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના વતની નિલેશ વેજશીભાઈ કનારાની અટકાયત કરી લીધી છે. જે બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ રાજસ્થાનથી આયાત થયો હોવાનું અને ભાણવડ તાલુકાના મોરઝર ગામમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે રાજસ્થાનના દારૂના સપ્લાયર જયજતા વાઇન શોપના સંચાલક તેમજ દારૂના રીસીવર મોરઝર ગામના વિજય બગડાને ફરાર જાહેર કરાયા છે. જે અંગે ધ્રોલ પોલીસમાં મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.