ઇમીગ્રેશનનાં મુદ્દે ઇંગ્લેન્ડના કેપ્ટન અને કોચને એરપોર્ટ ઉપર રોકી રાખ્યા
2- 3 કલાક સુધી ઇમીગ્રેશનના મુદ્દે ઇન્કવાયરી ચાલી રાજકોટમાં આયોજિત ટેસ્ટ મેચ સંદર્ભે ભારત બાદ ઇંગ્લેન્ડની ટીમનું આગમન થતાં પરંપરાગત સ્વાગત, આજથી નેટ પ્રેક્ટીસ
રાજકોટ, : રાજકોટનાં આંગણે આગામી તા. 15 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થતો હોવાથી ભારતની ટીમનાં આગમન બાદ આજે ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ આવી પહોંચી હતી. અલબત્ત ઇમીગ્રેશનનાં મુદે ઇંગ્લેન્ડની ટીમનાં કેપ્ટન અને રેહાન અહેમદ તથા બે કોચને હિરાસર એરપોર્ટ ઉપર રોકી રાખવામાં આવતા રાત્રિના મોડે સુધી ઇન્કવાયરી ચાલતી રહી હતી.
રાજકોટનાં આંગણે જામનગર રોડ ઉપર આવેલાં સૌરાષ્ટ્ર સ્ટેડીયમ ખાતે તા.15 ફેબ્રુઆરીથી શરૂ થતાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેના ટેસ્ટમેચની સંપૂર્ણ તૈયારીઓ થઇ રહી છે ત્યારે ભારતીય ખેલાડીઓનાં આગમન બાદ આજે ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન બ્રેન્ડ સ્ટોક્સ, ક્રિકેટર રેહાન અહેમદઅને બે કોચને ઇમીગ્રેશનનાં મુદે હિરાસર એરપોર્ટ ઉપર અધિકારીઓએ રોકી રાખ્યા હતા જ્યાં સુધી ઇમીગ્રેશન સહિતનાં મુદ્દે ક્લીઅરન્સ ના મળે ત્યાં સુધી ખેલાડીઓની ઇન્કવાયરી ચાલતી રહી હતી. જેના કારણે રાત્રિનાં મોડે સુધી ઇંગ્લેન્ડની ટીમનાં કેપ્ટન બેન સ્ટોક્સ અને બોલર રેહાન અહેમદ સહિત બે મેચને હીરાસર એરપોર્ટ ઉપર રોકાવું પડયું હતું. અલબત મોડી રાત્રીના ઈન્કવાયરી પુરી થતા કેપ્ટન સહિતના ખેલાડીઓ અને કોચ હોટલ પર આવી પહોચ્યાં હતાં. ભારત અને ઇંગ્લેન્ડની ટીમનાં આગમન બાદ આવતીકાલ તા. 13થી બન્ને ટીમનાં ખેલાડીઓની નેટ પ્રેક્ટીસ શરૂ થશે.