વડોદરામાં એન્જિયરિંગના વિદ્યાર્થીનો 8મા માળેથી કૂદી આપઘાત, કારણ અકબંધ
Baroda News : રાજ્યમાં હત્યા, મારામારી, આપઘાતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વડોદરામાં એન્જિયરિંગના વિદ્યાર્થીએ 8મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. વિદ્યાર્થી MS યુનિવિર્સિટીમાં મિકેનિકલ એન્જિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. બનાવ અંગે જાણ કરતાં પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. વિદ્યાર્થીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તેને લઈને કોઈ માહિતી સામે આવી નથી, ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના અક્ષર ચોકમાં આવેલી 8 માળની મેપલ વિસ્ટા બિલ્ડીંગ પરથી MS યુનિવિર્સિટીમાં મિકેનિકલ એન્જિયરિંગના 22 વર્ષીય વિદ્યાર્થીએ પડતુ મુકીને જીવન ટૂંકાવ્યો હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી આપઘાત કરવા જતાં એક વ્યક્તિને ધ્યાને આવ્યા બાદ પોલીસે જાણ કરી હતી. જો કે, પોલીસ પહોંચે તે પહેલા યુવકે બિલ્ડિંગ પરથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો.
આ પણ વાંચો: ચૈતર વસાવાના જામીન અરજી રદ, AAPના ધારાસભ્યને સેન્ટ્રલ જેલ વડોદરા લઈ જવાયા
સમગ્ર ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સની ટીમે વિદ્યાર્થીને સીપીઆર આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ છે, ત્યારે જે.પી. રોડ પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.