Gujarat

દિવાળીપુરા કોર્ટની સામે ટુ વ્હિલર સ્લિપ થતા એન્જિનિયરનું મોત

By GS TEAM
26 Dec 20251 min read
દિવાળીપુરા કોર્ટની સામે ટુ વ્હિલર સ્લિપ થતા એન્જિનિયરનું મોત

વડોદરા,દિવાળીપુરા કોર્ટની સામે રાત્રે ટુ વ્હિલર સ્લિપ થઇ જતા ગંભીર ઇજા થતા ઓ.એન.જી.સી.ના એન્જિનિયરનું મોત થયું હતું.

ગોત્રી રોડ કર્મજ્યોત સોસાયટીમાં રહેતો ૪૫ વર્ષનો સુરેશ મુરલીધર ચૌધરી મિકેનિકલ એન્જિનિયર હતો. છેલ્લા ત્રણ વર્ષથી તે પાદરા ખાતે આવેલી ઓ.એન.જી.સી. કંપનીમાં નોકરી કરતો હતો.ગઇકાલે રાત્રે તે ટુ વ્હિલર લઇને દિવાળીપુરા કોર્ટ  પાસેથી જતો હતો. તે દરમિયાન તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટુ વ્હિલર સ્લિપ થઇ જતા તે રોડ પર પટકાયો હતો. સુરેશને માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ,  સારવાર મળે તે  પહેલા જ તેનું મોત થયું હતું. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.