ફોરેક્સ ટ્રેડિંગના નામે એન્જિનિયર સાથે 1.47 કરોડની ઓનલાઈન ઠગાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fraud Case : ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડીના વારંવાર કિસ્સા બહાર આવી રહ્યા છે. પોલીસ બેન્ક એકાઉન્ટ હોલ્ડર સુધી પહોંચે છે અને ત્યારબાદ ઠગોના આગળના નેટવર્ક સુધી પહોંચવું મુશ્કેલ બની જતું હોય છે. આ જ પ્રકારના એક કિસ્સામાં એન્જિનિયરે રૂ.1.47 કરોડ ગુમાવ્યા છે.
સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર મીત બંગલોઝ ખાતે રહેતા ગુજરાત રિફાઇનરીના સિનિયર આસિસ્ટન્ટ મેનેજર ભૂષણ ધોળકિયાએ પોલીસને કહ્યું છે કે, ગઈ તા.4 એપ્રિલના રોજ દિલ્હીથી યાસીકા અગ્રવાલના નામે વોટ્સએપ ઉપર વાત કરવામાં આવી હતી. તેણે ફોરેક્સ ટ્રેડિંગના નામે વાતો કરી એક લિંક મોકલી હતી.
આ લીંક ઓપન કરતા એક વેબસાઈટ ખુલી હતી. જેમાં મેં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ સપોર્ટમાં જઈ ચેટ કરતાં રૂપિયા ભરવા માટે બેંક એકાઉન્ટોની માહિતી મળી હતી. જેથી મેં રૂપિયા ભર્યા હતા.
ભૂષણ ભાઈએ વધુમાં કહ્યું છે કે, ત્યારબાદ તા.7મી જુલાઈએ મને ફોન આવ્યો હતો અને નુકસાનની રકમ પરત મેળવવા માટે ઇન્વેસ્ટમેન્ટની બીજી એક લિંક મોકલી હતી. જેથી તેમાં પણ મેં રોકાણ કર્યું હતું. જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં મેં કુલ રૂ.1.47 કરોડ ઇન્વેસ્ટ કર્યા હતા. જેની સામે મને માત્ર 38,800 જેટલી રકમ પરત મળી હતી. પરંતુ ત્યારબાદ એકાઉન્ટમાં નફો વધુ દેખાતું હોવા છતાં રકમ મળતી ન હોવાથી શંકા ગઈ હતી. સાયબર સેલને જાણ કરતા આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.








