Get The App

મોડી રાત્રે દારૃ પીને કાર લઇને નીકળેલો એન્જિનિયર ઝડપાયો

કપુરાઇ ચેક પોસ્ટ અને મકરપુરા અમરશ્રદ્ધા ત્રણ રસ્તા પાસેથી નશેબાજ કાર ચાલક ઝડપાયા

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
મોડી રાત્રે દારૃ  પીને કાર લઇને નીકળેલો એન્જિનિયર ઝડપાયો 1 - image

વડોદરા,દિલ્હી બ્લાસ્ટના પગલે ગઇકાલે શહેર પોલીસે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ શરૃ કર્યું હતું. તે દરમિયાન બે નશેબાજ કાર ચાલક પોલીસના હાથે ઝડપાઇ  ગયા હતા.

કપુરાઇ પોલીસનો સ્ટાફ ગઇકાલે રાતે કપુરાઇ ચેક પોસ્ટ નજીક વાહન ચેકિંગની કામગીરી કરતો હતા. રાતે સવા બાર વાગ્યે  એક કાર ચાલક વાંકી ચૂંકી કાર ચલાવીને આવતો હતો. જેથી, પોલીસ સ્ટાફે તેને રોકી રોકી પૂછપરછ કરતા કાર ચાલક પંકજ મુરલીધરભાઇ  પાટિલ (રહે. સહજાનંદ બંગ્લોઝ, ડભોઇ રોડ) દારૃના નશામાં હોવાનું જણાઇ આવતા પોલીસે તેની ધરપકડ કરી કાર કબજે લીધી હતી. પંકજ એન્જિનિયર  હોવાનું પોલીસે જણાવ્યું છે. 

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, મકરપુરા પોલીસના સ્ટાફે ગઇકાલે વાહન ચેકિંગ દરમિયાન અમરશ્રદ્ધા ત્રણ રસ્તા પાસેથી નશેબાજ કાર ચાલક કૌશિક ઇશ્વરભાઇ પરમાર (રહે. પરમાર ફળિયું, ટીંબી ગામ, તા.ડભોઇ) ને ઝડપી પાડયો હતો. પોલીસે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે.