Gujarat

લગ્નના વરઘોડામાં મોટા અવાજે વગડતા સ્પીકર અંગે કહેવા ગયેલા એન્જિનિયરની ધોલાઈ

By GS TEAM
4 Jun 20261 min read
TukuTouch Logo
લગ્ન પ્રસંગમાં મોટા અવાજથી વગાડતા લાઉડ સ્પીકર અંગે ગભરાયેલો બાળક રડતો હોવાથી વરઘોડામાં કહેવા જતા ઉશ્કેરાયેલા અજાણ્યા બે જણાએ ભારે ધોલાઈ કરતા ઇજાગ્રસ્ત એન્જિનિયર માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

લગ્નના વરઘોડામાં મોટા અવાજે વગડતા સ્પીકર અંગે કહેવા ગયેલા એન્જિનિયરની ધોલાઈ

Vadodara Crime : લગ્ન પ્રસંગમાં મોટા અવાજથી વગાડતા લાઉડ સ્પીકર અંગે ગભરાયેલો બાળક રડતો હોવાથી વરઘોડામાં કહેવા જતા ઉશ્કેરાયેલા અજાણ્યા બે જણાએ ભારે ધોલાઈ કરતા ઇજાગ્રસ્ત એન્જિનિયર માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

બનાવની વિગત એવી છે કે, હાલ વડસરના ડ્રીમ આત્માનમાં રહેતા એન્જિનિયર વિશાલ અરુણભાઈ પ્રજાપતિના પડોશમાં લગ્ન પ્રસંગ હતો. જેથી વરઘોડામાં મોટા અવાજે લાઉડ સ્પીકર વાગતું હોવાથી એન્જિનિયરનો પુત્ર ગભરાઈને રડવા માંડ્યો હતો. આ અંગે વિશાલ પ્રજાપતિ પડોશીને ત્યાં કહેવા ગયા હતા. જેથી વરઘોડામાં ઉશ્કેરાયેલા બે વ્યક્તિએ ભારે ધોલાઈ કરતા વિશાલને ઈજા થઈ હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.