Gujarat

યાકુતપુરાની હોટલમાં જમવા ગયેલા એન્જિનિયર પર હુમલો

By GS TEAM
8 Oct 20251 min read
યાકુતપુરાની  હોટલમાં જમવા ગયેલા એન્જિનિયર પર હુમલો

,યાકુતપુરાના નાકે આવેલી હોટલમાં જમવા ગયેલા યુવક પર અજાણ્યા આરોપીઓએ  હુમલો કર્યો હતો. જે અંગે સિટિ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ફતેપુરા કોયલી  ફળિયામાં રહેતો કેદાર સુભાષભાઇ યાદવ ખાનગી કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે હું મારા ઘરેથી યાકુતપુરાના નાકે આવેલી બાદશાહ હોટલ પર જમવા માટે ગયો હતો. તે દરમિયાન કેટલાક લોકોએ આવીને મને પૂછ્યું કે, તું કોન હૈ ? તેઓએ અચાનક મારા  પર હુમલો કરી મોંઢા પર મુક્કાઓ મારતા હું નીચે  પડી ગયો હતો. મને લાતો મારી તેઓ ગાળો બોલવા લાગ્યા હતા. અતિ સંવેદનશીલ વિસ્તારમાં થયેલી મારામારીના પગલે લોકોના ટોળા ભેગા  થઇ ગયા હતા.પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળે  દોડી આવ્યો હતો. પોલીસે બંને  પક્ષને સમજાવી મામલો થાળે પાડયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હુમલાખોરોની શોધખોળ  હાથ ધરી છે.