Get The App

વડોદરા શહેરના લાલબાગ ઓવર બ્રિજ નીચે અને ફૂટપાથ પરથી દબાણો દૂર કરાયા

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા શહેરના લાલબાગ ઓવર બ્રિજ નીચે અને ફૂટપાથ પરથી દબાણો દૂર કરાયા 1 - image

Vadodara Corporation : વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં લાલબાગ ઓવરબ્રિજ નીચે ભંગાર અને ફૂટપાથ પર ગેરકાયદે અડિંગો જમાવી બનાવાયેલા ગેરકાયદે ઝુંપડામાં રહેતા શ્રમિકોના દબાણો અંગે દંડનીય કાર્યવાહી કરીને દબાણ શાખાએ દબાણ દૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે શહેરના લાલબાગ વિસ્તારમાં ઓવરબ્રિજ નીચે શ્રમિકો તથા ભિક્ષુકોએ ગેરકાયદે અડીંગો જમવા આવીને ફૂટપાથ પર ભંગારના સામાનના ઢગલા ખડકી દીધા છે. આ ઉપરાંત ફૂટપાથ પર ગેરકાયદે બનાવેલા કાચા ઝૂંપડામાં વસવાટ પણ કરી રહ્યા છે. 

આ અંગેની ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી પરિણામે દબાણ શાખાની ટીમે લાલબાગ બ્રિજ નીચે અને સામેના ફૂટપાથ પર ભંગારના માલ સામાનના કરાયેલા ઢગલા સામે દંડનીય કાર્યવાહી કરી હતી આ ઉપરાંત બ્રિજ નીચે અને અન્ય જગ્યાએથી દબાણો દૂર કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન દબાણ શાખાને સ્થાનિક પોલીસ સ્ટાફ, એસઆરપીએ સહયોગ કર્યો હતો.