વડોદરામાં જૂની નટરાજ ટોકીઝથી એસટી ડેપો, ચીકુવાડી-જેતલપુર રોડથી અલકાપુરી મેઇન રોડના દબાણોનો સફાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Demolition : વડોદરા શહેરમાં ચારે બાજુએ ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. ત્યારે પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારમાંથી લારી ગલ્લા, કાચા શેડ સહિતના દબાણો દૂર કરીને જુદા જુદા વિસ્તારમાંથી પાંચ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્રની દબાણ શાખાએ જૂની નટરાજ નટરાજ ટોકીઝથી એસટી ડેપો વિસ્તારમાં ઠેર ઠેર થયેલા લારી ગલ્લાના ગેરકાયદે દબાણો હટાવીને વોર્ડ નં. 3માંથી બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. આવી જ રીતે વોર્ડ નં. 8માં ચીકુવાડી જેતલપુર રોડથી કલ્યાણ જ્વેલર્સ સુધીના અલકાપુરી વિસ્તારના મેઈન રોડ પર ઠેક ઠેકાણે થયેલા પાણી પીણીના તથા અન્ય ચીજ વસ્તુ વેચાણના કાચા શેડ તોડી નાખીને વધુ બે ટ્રક જેટલો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એસટી ડેપો પાસે અને રેલ્વે સ્ટેશન નજીક તથા કારેલીબાગ વુડા સર્કલ થી અમિત નગર સર્કલ તથા એરપોર્ટ સર્કલથી ગોલ્ડન ચોકડી સુધીના ગેરકાયદે દબાણો હટાવીને વધુ એક ટ્રક મળી કુલ પાંચ ટ્રક જેટલો માલ સામાન દબાણની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.









