Get The App

ભાયલી પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોના નાણાં ઉપાડવાનું કર્મચારીઓનું કૌભાંડ

Updated: Mar 3rd, 2022

GS TEAM

Google News
Google News
ભાયલી પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોના નાણાં ઉપાડવાનું કર્મચારીઓનું કૌભાંડ 1 - image

વડોદરા તા.03

વડોદરા નજીક આવેલા ભાયલી ગામની પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા તત્કાલીન પોસ્ટલ આસિસ્ટન્ટ અશોક મણિલાલ પટેલ, તત્કાલીન સબ પોસ્ટ માસ્ટર બકુલચંદ્ર ભાઈલાલ સોલંકી અને પોસ્ટલ આસિસ્ટન્ટ હસમુખ બારીયાએ પોસ્ટના ગ્રાહકોના નાણાં રૂ.7.99 લાખની ઉચાપત કરી હતી ગ્રાહકો દ્વારા માસિક આવક યોજના હેઠળ બંધ કરાયેલા ખાતામાં તકનીકી કારણોસર પડી રહેલા વ્યાજના પૈસા બોગસ દસ્તાવેજો ઉભા કરીને પડાવી લીધા હતા. આ અંગે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.