Get The App

મંજુસરની કંપનીમાં ગેસની નોજલ ફાટતા કર્મચારીનું મોત

કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની વિગત મૃતકની પત્નીએ પોલીસ સમક્ષ જણાવી હતી

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
મંજુસરની કંપનીમાં ગેસની નોજલ ફાટતા કર્મચારીનું મોત 1 - image

સાવલી,સાવલી મંજુસર જી.આઇ.ડી.સી.માં આવેલી  કંપનીમાં ગેસની નોજલ  ફાટતા એક કર્મચારી દાઝી જતા મોત થયું હતું. આ અંગે મંજુસર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સાવલી તાલુકાની મંજુસર જી.આઇ.ડી.સી.માં એવી સ્ટીલ કંપનીમાં કામ કરતા રાજાસિંહ ચતુરાસિંહ ખંગાર (ઉં.વ.૪૫)  મૂળ યુ.પી.ના ચિત્રકૂટમાં  ગૌશાલા ગામ માં રહે છે.  આજે તેઆ ે કંપની ના ફોજગ ડિપાર્ટમેન્ટમાં મેન્ટેનન્સનું કામ કરી રહ્યા હતા. તેવામાં અચાનક બ્લાસ્ટ થતા રાજાસિંહ ખંગાર ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓને  સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો.  આ અંગે તેમની પત્ની સુનિતાદેવીએ  મંજુસર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરાવતા પોલીસે તપાસ શરૃ કરી છે. મંજુસર પી.આઇ.ના કહેવા મુજબ,  તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, બ્લાસ્ટ થયો નહતો. રાજાસિંહ ગેસ વેલ્ડિંગનું કામ કરતા હતા. તે દરમિયાન નોજલ ફાટતા તેઓ દાઝી ગયા હતા.