Gujarat

તારા લીધે મારો હાફ ડે કપાય છે! તેમ કહીને એકાઉન્ટ એક્ઝિક્યુટિવ ઉપર કર્મચારીનો હિંસક હુમલો

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા શોરૂમમાં એકાઉન્ટ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા કર્મચારીને ત્યાં નોકરી કરતા અન્ય કર્મચારીએ તારા લીધે મારો હાફ ડે કપાય છે તેમ કહી ઝઘડો કર્યા બાદ માર માર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

તારા લીધે મારો હાફ ડે કપાય છે! તેમ કહીને એકાઉન્ટ એક્ઝિક્યુટિવ ઉપર કર્મચારીનો હિંસક હુમલો

Vadodara : વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા શોરૂમમાં એકાઉન્ટ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા કર્મચારીને ત્યાં નોકરી કરતા અન્ય કર્મચારીએ તારા લીધે મારો હાફ ડે કપાય છે તેમ કહી ઝઘડો કર્યા બાદ માર માર્યો હતો. અન્ય સ્થાપના માણસોએ તેમને છોડાવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. ઇજાગ્રસ્તે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

વડોદરા શહેરના હરણી સમા લિંક રોડ પર રહેતા પાશ્વેક કેતન ઠક્કરે ફરીયાદ નોધાવી છે કે હું છાણી જકાતનાકા પાસે આવેલા શોરૂમમાં છેલ્લા ત્રણ વર્ષથી અકાઉન્ટ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરી મારું તથા મારા પરીવારનું જીવન ગુજરાન ચલાવુ છુ. ગત 16 જૂનના રોજથી 17 જુનના સવારના કલાક 4.30 વાગ્યા સુધીની મારી નોકરી કંપનીમાં હતી. પરંતુ વરસાદના કારણે હું ઘરે જવા કલાક 6.15 વાગ્યાની આસપાસ નીકળ્યો હતો અને ચાલતા ચાલતા હુન્ડાઈ ડાઉન-ટાઉન શો રૂમ છાણી જકાતનાકા પાસે પહોંચ્યો હતો. તે દરમ્યાન મારી કંપનીમાં નોકરી કરતો કુલદીપસિંગ મથરૂ (સરદાર) તે આવીને મને જણાવેલ કે “તારા લીધે મારો હાફ ડે કપાય તેમ કહીને મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો અને મને છુટા હાથથી માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ હાથમાં પહેરેલા કડાથી હુમલો કરી માથાના ભાગે હુમલો કર્યો હતો. જેથી માથામાં લોહી નીકળવા લાગતા મારા પાસે મારા સ્ટાફના માણસોએ મને કુલદીપના મારમાંથી છોડાવ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ બોલાવી તેના બેસાડી ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મને માથાના ભાગે ઈજા થયેલ હોય ત્રણ ટાંકા આવ્યા હતા.