Gujarat

સયાજીગંજમાં પીજી તરીકે રહેતા લોકો નું ભાડું અને લાઇટબિલની રકમ ટ્રાન્સફર કરી કર્મચારી ફરાર

By GS TEAM
25 Jul 20251 min read
સયાજીગંજમાં પીજી તરીકે રહેતા લોકો નું  ભાડું અને લાઇટબિલની રકમ ટ્રાન્સફર કરી કર્મચારી ફરાર

વડોદરાઃ સયાજીગંજ વિસ્તારના કોમ્પ્લેક્સમાં પીજી તરીકે રહેતા લોકોની રકમ ટ્રાન્સફર કરનાર કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે રહેતા અને સયાજીગંજના સિલ્વર લાઇન કોમ્પ્લેક્સમાં પીજી ચલાવતા જ્યોતિબેન બ્રહ્મભટ્ટે પોલીસને કહ્યું છે કે,પીજીનું મેેનેજમેન્ટ કરવા માટે અમે મોહસીન સિરાજભાઇ સૈયદ(નૂરજહાં પાર્ક, તાંદલજા)ને નોકરીએ રાખ્યો હતો.

ઓગષ્ટ-૨૦૨૧થી નિયમિત નોકરીએ આવતો મોહસીન ગઇ તા.૧૮મીએ નહિ આવતાં તપાસ કરાવી હતી.જે દરમિયાન તેનો  ફોન બંધ આવતો હતો.વધુ તપાસ કરતાં તે પીજીમાં રહેતા લોકો પાસે ભાડાની અને લાઇટ બિલની કુલ રૃ.૮૭૭૦૦ની રકમ ટ્રાન્સફર કરાવી અને ૬૦ હજારનું બાઇક લઇને ફરાર થઇ ગયો હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.