Get The App

મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જ નશામાં ધૂત યુવકે હંગામો મચાવ્યો

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો પોલીસથી પણ ડરતા નથી

દારુડિયાએ ધમાલ કરતા પોલીસે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News

અમદાવાદ,શુક્રવારમેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જ  નશામાં ધૂત યુવકે હંગામો  મચાવ્યો 1 - image

 પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસને ડરના હોય તેમ ગઇકાલે એક યુવકે દારુ પીને મેઘાણીનગર પોલીસ  સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

દારુડિયાએ ધમાલ કરતા પોલીસે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું

 મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કોન્સ્ટેબલ સતીષભાઇ જાદવે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નવા વાડજ અખબારનગર પાસે રાસુડીના છાપરામાં રહેતા સુરેશભાઇ તુલસીભાઇ પટણી સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે ૧૧ વાગે પોતે હાજર હતા આ સમયે પોલીસ સ્ટેશનમાં જ એક યુવકે દારુ પીને હંગામો મચાવ્યો હતો અને ગાળો બોલીને લવરી કરી રહ્યો હતો જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધીને કાયદાનું ભાન કરાવ્યું હતું.


Tags :