Get The App

જર્મનથી અમદાવાદ એરપોર્ટ આવેલો સુરતનો યુવક પકડાયો

જર્મની એમ્બેસીમાં પાસપોર્ટ ખોવાયાની જાણ કરી ખરા ડોક્યુમેન્ટ આપી ઇમરજન્સી સર્ટી મેળવ્યું

એરપોર્ટ પોલીસે ગુનો નોંધી દસ્તાવેજ એકઠા કરીને વધુ તપાસ હાથ ધરી

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News

અમદાવાદ,શુક્રવારજર્મનથી અમદાવાદ એરપોર્ટ આવેલો સુરતનો યુવક પકડાયો 1 - image

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બનાવટી પાસપોર્ટ ઉપર યુરોપ જર્મનીથી આવેલો સુરતનો યુવક પકડાયો હતો. ઇમિગ્રેશન વિભાગ દ્વારા યુવકની તપાસ કરી બે એજન્ટોને રૃા. ૧૫ લાખ આપીને બનાવટી ભારતીય પાસપોર્ટ બનાવડાવીને જર્મની ખાતે ગયો હતો. એટલું જ નહી જર્મનની એમ્બેસીમાં પાસપોર્ટ ખોવાઇ ગયાની જાણ કરી હતી. ત્યારબાદ તેણે ખરા ડોક્યુમેન્ટ રજૂ કરીને ભારતીય ઇમરજન્સી સટફિકેટ મેળવીને ભારત આવ્યો હતો. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે યુવક અને બે એજન્ટો સામે ગુનો નાંેધીને સુરતના યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

રૃા.૧૫ લાખ આપીને બનાવટી પાસપોર્ટ બનાવડાવ્યો, એરપોર્ટથી પકડાયા બાદ સુરતના યુવક તથા બે એજન્ટ સામે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી દસ્તાવેજ એકઠા કરીને વધુ તપાસ હાથ ધરી 

સરદારનગરમાં રહેતા અને ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નોકરી કરતા અધિકારીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સુરતના યુવક અને બે એજન્ટ સામે ફરિયાદ નોંધાવી છે ક ફરિયાદી ઇન્ટરનેશલ એરપોર્ટ ઉપર ફરજ પર હાજર હતા આ સમયે ફ્લાઈટ આવી હતી. તેમાં પેસેન્જરોના ઇમિગ્રેશનની કામગીરી ચાલતી હતી. આ સમયે જર્મનીથી આવેલા પેસેન્જરના ડોક્યુમેન્ટ તપાસતા શંકાસ્પદ લાગ્યા હતા. 

જેથી તેની તપાસ કરતા સુરતના યુવક હોવાનું બહાર આવ્યું હતું. પૂછપરછ કરતા તેણે એજન્ટને રૃા. ૧૫ લાખ આપ્યા હતા જેથી એજન્ટે અન્ય એજન્ટ પાસે બીજા યુવકના નામનો બનાવટી ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો હતો. જે આધારે આરોપી યુરોપ જર્મની ખાતે ગયો હતો. બાદમાં ત્યાંની એમ્બેસીમાં પાસપોર્ટ ખોવાઇ ગયાની જાહેરાત કરી હતી. જે ડોક્યુમેન્ટ પર ભારતીય ઇમરજન્સી સટફિકેટ મેળવીને જર્મનીથી આવ્યો હોવાની જાણ થતાં એરપોર્ટ પોલીસને કરાઇ હતી. 


Tags :