Get The App

રિક્ષામાં નિકોલ જતા વૃદ્ધ દંપતિના રૃા. ૧.૮૦ લાખના દાગીના ચોરાયા

પૂર્વમાં શટલ રિક્ષામાં બેસાડીને મુસાફરોના કિંમતી સામાનની ચોરીના વધતા બનાવો

રાતે વૃદ્ધ દંપતિને બાપુનગર ઉતારી નાસી ગયો

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News

અમદાવાદ, મંગળવારરિક્ષામાં નિકોલ જતા વૃદ્ધ દંપતિના રૃા. ૧.૮૦ લાખના દાગીના ચોરાયા 1 - image

પૂર્વમાં શટલ રિક્ષામાં મુસાફરોને બેસાડીને અધવચ્ચે ઉતારીને  કિંમતી સામાનની ચોરીની બે બનાવો સામે આવ્યા છે. વટવા રેલ્વે સ્ટેશનથી શટલ રિક્ષામાં બેસીને નિકોલ જવા રીક્ષામાં બેઠેલા વૃદ્ધ દંપતિના રૃ.૧.૮૦ લાખના દાગીના રિક્ષામાં બેઠેલા શખ્સોએ ચોરી કરી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વટવા રેલવે સ્ટેશનથી રિક્ષા ચાલકે પોતાની પાસે બેઠેલા શખ્સને પાછળ બેસાડી અડચણ ઉભી કરી રાતે વૃદ્ધ દંપતિને બાપુનગર ઉતારી નાસી ગયો

નિકોલમાં  વૃદ્ધે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને તેમના પત્ની ગયા મહીને વાપીમાં પુત્રને મળીને ટ્રેન મારફતે અમદાવાદ આવ્યા હતા જ્યાં રાતના સમયે વટવા રેલવે સ્ટેશન ઉતરીને શટલ રીક્ષામાં બેઠા હતા રીક્ષા ચાલકે થોડા આગળ જઈને બે પેસેન્જર બેસાડયા અને વૃદ્ધ અને અન્ય પેસેન્જરને આગળની સીટ પર બેસી જવાનું કહેતા ફરિયાદી રીક્ષા ડ્રાઈવરની બાજુમાં બેસેડયા હતા.

 ફરિયાદીના પત્ની પાછળની સીટ પર બેઠા હતા જ્યાં થોડીવાર પછી ડ્રાઈવરે રીક્ષા ચલાવવામાં તકલીફ પડે છે કહીને તેની પાસે બેઠેલા પાછળની સીટમાં બેસાડયા હતા. અડચણ ઉભી કરી હતી એટલું જ નહી બીજા પેસેન્જરને બસ પકડવાની છે કહીને વૃદ્ધ દંપતિને અધવચ્ચે બાપુનગર ખોડિયારનગર ચાર રસ્તા ખાતે ઉતારી ભાડું લઇને રીક્ષા હંકારી મૂકી હતી. જોકે વૃદ્ધ દંપતિ બીજી રિક્ષામાં ઘરે પહોચીને પર્સ જોતા તેમાંથી રૃા.૧.૮૦ લાખના દાગીના ગુમ હતા.


Tags :