નશામાં ધૂત શખ્સે ૧૫ રિક્ષામાં તોડફોડ કરી આંતક મચાવ્યો
પોલીસે આરોપીની ધરપકડ કરીને જાહેરમાં માફી પણ મંગાવી
માથાભારે આરોપી સામે અગાઉ ૩૦ જેટલા ગુના નોધાયેલા છે
અમદાવાદ,સોમવાર
જમાલપુરમાં નશામાં ધૂત શખ્સે વસંતરજબ ચોક પાસે પાર્ક કરેલી ૧૫ રિક્ષામાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આરોપી ઘરે જતો હતો ત્યારે પાકગ પાસે પાર્ક કરેલી રિક્ષાને પાઇપ મારીને તોડફોડ કરી હતી. આ બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને જાહેરમાં માંફી પણ મંગાવી હતી. પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ ગંભીર પ્રકારના ૩૦ જેટલા ગુના નોંધાયેલા છે.
જમાલપુરના માથાભારે આરોપી સામે અગાઉ ૩૦ જેટલા ગુના નોધાયેલા છે ઃ ગાયકવાડ હવેલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
જમાલપુરમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા યુવકે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં જમાલપુરમાં રહેતા સલમાન સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૭એ તેઓ૨ ઘરે હતા ત્યારે મિત્રએ ફોન કરીને કહ્યું કે તમારી તથા વસંતરજબ ચોક પાસે પાર્ક કરેલા રિક્ષાઓના કાચ સલમાન ઉર્ફે કણીએ તોડી નાખ્યા છે. જેથી ફરિયાદી તુરંત ત્યાં પહોચ્યા હતા અને ત્યાં જઇને જોતા ૧૫ રિક્ષાઓમાં તોડફોડ કરીને આરોપી નાસી ગયો હતો.
પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામુંક કરીને આરોપીનો ખૌફ દૂર કરવા માટે લોકો પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી આરોપીની પૂછપરછમાં રાતના સમયે તેના ઘરે જઈ રહ્યો હતો અને ત્યાં પાકગ પાસે અનેક રીક્ષાઓ પાર્ક થયેલી હતી અને તે નશાની હાલતમાં હોવાથી ભાન ભૂલીને ઉશ્કેરાઈને રિક્ષામાં તોડફોડ કરી હતી અને આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાથી અગાઉ ૩૦ જેટલા ગુનાઓ તેની સામે નોંધાયેલા છે. જેમાં પ્રોહીબિશન, છેડતી અને મારામારીના ગુનામાં અનેક વખત જેલમાં પણ જઈ આવેલો છે.