બેન્કમાં યુવક પાસેથી રૃા.૩.૩૦ લાખ લઇ ઓનલાઇન કરવાનું કહી નાસી ગયા
ખોખરામાં સંબંધીને આઇસીયુંમાં દાખલ કર્યા છે કહી બે શખ્સો
મિત્રને હોસ્પિટલ ઉતારીને એકાઉન્ટમાં પૈસા નાંખીશ કહી ગઠિયા ફરાર
અમદાવાદ,બુધવાર
ગઠિયા લોકો પાસેથી રૃપિયા પડાવવા અવનવી યુક્તિ અપવાની રહ્યા છે. ખોખરામાં બેન્કની લાઇનમાં ઉભેલા બે શખ્સોએ સંબંધીને આઇસીયુંમાં દાખલ કર્યા છે કહીને યુવકને વિશ્વાસમાં લીધો હતો અને તેની પાસેથી રોકડા રૃા. ૩.૩૦ લાખ લઇ લીધા બાદ મિત્રને હોસ્પિટલમાં ઉતારીને તારા એકાઉન્ટમાં રૃપિયા નાંખીશ કહીને બે ગઠિયા ભાગી ગયા હતા. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
જ્વેલર્સના ત્યાં નોકરી કરતા યુવક પાસેથી રોકડા રૃપિયા લઇને મિત્રને હોસ્પિટલ ઉતારીને એકાઉન્ટમાં પૈસા નાંખીશ કહી ગઠિયા ફરાર
મણિનગરમાં રહેતા અને ખોખરા સર્કલ પાસે જ્વેલર્સની દુકાન ધરાવીને વ્યવસાય કરતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં બે અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની દુકાનમાં નોકરી કરતા યુવકને તા. ૧૦ના રોજ ખોખરા ખાતે આવેલી બેન્ક ઓફ બરોડામાં રૃા. ૩.૩૦ લાખ રોકડા ભરવા માટે મોકલ્યો હતો.
જ્યાં યુવક બેન્કની લાઇનમાં ઉભેલો હતો તેની પાછળ બે શખ્સો હતા તેઓ વાતચીત કરતા હતા કે સંબંધીને આઇસીયુંમાં દાખલ કર્યા છે બેન્ક રૃપિયા પણ હોેસ્પિટલમાંથી રોકડા રૃપિયા માંગે છે કહીને જ્વેલર્સના કર્મચારી યુવકને વિશ્વાસમાં લીધો હતો અને તેની પાસેથી રોકડા રૃા. ૩.૩૦ લાખ લઇ લીધા બાદ મિત્રને હોસ્પિટલમાં ઉતારીને તારા એકાઉન્ટમાં રૃપિયા નાંખીશ કહીને બે ગઠિયા ભાગી ગયા હતા. આ ઘટના અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.