Gujarat

માતા-દિકરીને ટેમ્પો ચાલકે ટક્કર મારતા વૃદ્ધ માતાનું મોત

By GS TEAM
5 Jul 20252 mins read
માતા-દિકરીને ટેમ્પો ચાલકે ટક્કર મારતા વૃદ્ધ માતાનું મોત

અમદાવાદ, શનિવાર

પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રનના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, સીટીએમ ચાર રસ્તા પાસે ભર બપોરે રોડ  માતા અને પુત્રી રોડ ચાલતા ચાલતા ઝીબ્રા ક્રોસિંગ ઉપરથી રોડ ક્રોસ કરી રહ્યા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલા લોડિંગ ટેમ્પો ચાલકે ટક્કર મારતા માતા અને દિકરીને બ્રેઇ હેમરેજ થયું હતું. જેમાં સારવાર દરમિાયન મોતાનું મોત  હતું જ્યારે પુત્રી હાલમાં સારવાર હેઠળ છે. અકસ્માત કરીને ટેમ્પો લઇને ડ્રાઇવર ભાગી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નાંેધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સીટીએમ પાસે રોડ ક્રોસ કરી રહેલા માતા-પુત્રીને માથામાં ગભીર ઇજાથી બ્રેઇન હેમરેજ સારવાર દરમિયાન માતાનું મોત, દિકરી સારવાર હેઠળ ઃ અકસ્માત કરીને ટેમ્પો લઇને ડ્રાઇવર ભાગી ગયો 

ઇસનપુરમાં રહેતા 80 વર્ષના વૃદ્ધા તા.૧ જુલાઇએ પોતાની માનસિક બિમાર પુત્ર સાથે સીટીએમ ભારવી ટાવર સામે ઝીબ્રા ક્રોસિંગ પરથી ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે પૂરઝડપે આવી રહેલ લોડિંગ ટેમ્પો ચાલકે ટક્કર મારતા ફંગોળાઇને રોડ ઉપર પટકાતા માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત કરીને ટેમ્પો લઇને ડ્રાઇવર ભાગી થઇ ગયો હતો. 

માતા અને પુત્રીને બ્રેઇન હેમરેજ થતાં સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત થયું હતું, દિકરી સારવાર હેઠળ છે. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.