નિકોલમાં ટ્રકના ટાયર નીચે કચડાતાં મહિલા શિક્ષિકાનું સ્થળ ઉપર કરુણ મોત
ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા સાથે મહિલા ૨૦ ફૂટ ઢસડાઇને મોતને ભેટી
શરીર પરથી ટાયર ફરી વળતા માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ
અમદાવાદ,બુધવાર
પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, નિકોલમાં ટ્રાફિકથી ધમધમતા ભક્તિ સર્કલ પાસે પૂર ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે શિક્ષિકા મહિલાના એક્ટિવાને ટક્કર મારી હતી ગમખ્વાર અકસ્માતમાં ટ્રકની સ્પીડ એટલી હદે હતી કે ટાયર નીચે મહિલા વાહન સાથે ૨૦ ફૂટ સુધી ઢસડાઇ હતી.જેના કારણે મહિલાને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
શરીર પરથી ટાયર ફરી વળતા માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ ઃ ટ્રાફિક પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી
મણિનગર પૂર્વે ખોખરા વિસ્તારમાં રહેતા યુવકે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મિક્ષર ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે નરોડા રહેતા અને શિક્ષિકા તરીકે નોકરી કરતા તેમના 46 વર્ષના મોટા બહેન ગઇકાલે સાંજે પોતાનું એક્ટિવા લઇને નિકોલ વિસ્તારમાં ભક્તિ નગર સર્કલ પાસેથી પસાર થતા હતા.
આ સમયે પૂર ઝડપે આવી રહેલા મિક્ષર ટ્રકના ચાલકની ટ્રક એટલી હદે સ્પીડમાં હતી કે ડ્રાઇવરે સ્ટિંયરીંગ પરના કાબુ ગુમાવી બેસતા તેમના એક્ટિવાને ટક્કર મારી હતી જેના કારણે મહિલા વાહન સાથે ૨૦ ફૂટ સુધી ઢસડાયા હતા જેથી તેમને માથઆ સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર જ મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કઠવાડા ખાતે રહેતા ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.