Get The App

હોટલમાં બોગસ પાસપોર્ટ આધારે રોકાયેલી કેન્યાની મહિલા ઝડપાઇ

વર્ષ ૨૦૨૨માં ટુરિસ્ટ વિઝા પર આવી હતી

નરોડા પોલીસે ગુનો નોંધ્યો

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
હોટલમાં બોગસ પાસપોર્ટ આધારે રોકાયેલી કેન્યાની મહિલા ઝડપાઇ 1 - image

અમદાવાદ, ગુરુવાર

નરોડાની હોટલમાં બોગસ પાસપાર્ટે આધારે રોકાયેલી કેન્યાની મહિલા ને પોલીસે ઝડપી પાડી  હતી.  જેમાં તેને હરિયાણાની મિત્રનો પાસપોર્ટ લઇને તેમાં ચેડા કરીને બોગસ ડોક્યુમેન્ટના આધારે અલગ અલગ હોટલોમાં રહેતી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે  બન્ને સામે ગુનો નોધીને વધુ તપાસ શરૃ કરી છે. 

હરિયાણાની મિત્રના પાસપોર્ટેમાંં ચેડાં કરીને અલગ અલગ હોટલમાં રોકાતી ઃનરોડા પોલીસે  ગુનો નોંધ્યો

નરોડા પોલીસને એફઆરઆરઓ તરફથી માહિતી મળી હતી કે નાના ચિલોડા પાસે હોટલ નોવા બ્લ્યુંમાં વિદેશી મહિલા ખોટા વિઝાના આધારે રહે છે. જેથી પોલીસે તપાસ કરતા વિદેશી મહિલા મળી આવી હતી તેનું નામ પૂછતા સલીમ સુમૈયા મોહમ્મદ તાંજાનિયાની હોવાનું કહ્યું હતું. તેનો પાસપોર્ટ જોતા તાંજાનિયા દેશનો હતો. પરંતું તેના પરનો ફોટો અન્ય મહિલાનો હતો. જેથી પૂછપરછ કરતા પોતાનું નામ અચગ રેબેકા અવુર જણાવ્યું હતુ. તેમજ પોતે એક મહિના માટે ટુરિસ્ટ વિઝા પર વર્ષ ૨૦૨૨માં આવી હતી. બાદમાં વિઝા પૂર્ણ થતા સલીમ સુમૈયાની મદદથી તાંજાનિયાનો પાસપોર્ટ મેળવીને ભારતના ખોટા વિઝા વાળો કાગળ લઇને પાસપોર્ટમાં ચોંટાડીને અલગ અલગ હોટલમાં રોકાતી હતી.