Gujarat
નારોલમાં સાત વર્ષથી ગેર કાયદેસર રીતે રહેતી બાંગ્લાદેશી મહિલા પકડાઇ
By GS TEAM
17 Jun 20251 min read

અમદાવાદ, મંગળવાર
નારોલમાં ગેરકાયદેસર રીતે સાત વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલાને ક્રાઇમ બ્રાંચે પકડી પાડી હતી. પોલીસ તપાસમાં આઠ વર્ષ પહેલા બાંગ્લાદેશના વિઝા ઉપર વર્ષ માટે આવી હતી. ત્યારબાદ વિઝા ઓવર સ્ટે કરીને રહેતી હતી.
વિઝા ઓવર સ્ટે કરીને ચોરી છૂપીથી રહેતી હતી, ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
રથાયાત્રા આડે ગણતરીના દિવસો બાકી હોવાથી શહેર પોલીસ દ્વારા અસાંમાજીક તત્વોને શોધવ માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૃપે ક્રાઇમ બ્રાંચે નારોલમાં ચેકિંગ કરતા રંગોલીનગર ખાતેથી બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી જેની પુછપરછ કરતાં જોસના બેગમ રહેમાન હોવાનું બહાર આવ્યું હતું.
આ મહિલા ૨૦૧૭માં બાંગ્લાદેશના પાસપાર્ટ ઉપર એક વર્ષ માટે અમદાવાદ આવી હતી, બાદમાં વિઝા ઓવર સ્ટે કરીને ચોરી છૂપીથી રહેતી હતી.








