લગ્નની ના પાડતાં પ્રેમીના ત્રાસથી મહિલા બેન્ક કર્મચારીનો આપઘાત
પતિ સાથે મનમેળ ના આવતા ઇન્સ્ટાગ્રામ મારફતે યુવકે મહિલા સાથે પ્રેમનું નાટક રચ્યું
ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ,શુક્રવાર
જૂનાગઢની મહિલાને પતિ સાથે મનમેળ આવતો ન હતો આ સમયે સોશિયલ મિડિયા મારફતે અમદાવાદના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. એટલું જ નહી પ્રેમીએ લગ્ન કરવાનું રહેતા પરિવારને કરહ્યા વગર પતિ સાથે છૂટાછેડા લીધા હતા ત્યારબાદ મહિલા પ્રેમી સાથે રહેવા આવી ગઇ હતી પ્રેમિ પ્રેમિકાને ત્રાસ આપીને મારઝૂડ કરીને પગાર પણ લઇ લેતો હતો. લગ્ન માટે કહેતા લગ્નની ના પાડી દીધી હતી. જેથી પ્રેમીના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે મૃતકના પ્રેમી સામે દુષ્પ્રેરણનો ગુનો નાંેધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઘોડાસરમાં છૂટાછેડા લઇ મહિ્લા, પ્રેમી સાથે રહેતા પ્રેમી મારઝૂડ કરીને પગાર લઇને ત્રાસ આપતાં અંતિમ પગલું ભર્યું ઃ ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જૂનાગઢમાં રહેતી મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઘોડાસરમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની બેન્કમાં નોકરી કરતી ૨૨ વર્ષીય પુત્રી અવનીબહેનના લગ્ન ત્રણ વષ પહેલા જૂનાગઢમાં રહેતા યુવક સાથે થયા હતા. જો કે પતિ-પત્ની વચ્ચે મનમેળ ન આવતામહિલાને ઇન્સ્ટ્રાગ્રામ દ્વારા અમદવાદના યુવક સાથે પરિચય થયો હતો. બાદમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા આરોપી તેની સાથે લગ્ન કરવાનું કહીને પતિ સાથે છૂટાછેડા લેવાનું કહેતો હતો.
જેથી મહિલાએ ગયા વર્ષે પરિવારને જાણ કર્યા વગર પતિ સાથે છૂટાછેડા લીધા બાદ ઘોડાસરમાં પ્રેમી સાથે રહેવા આવી ગઇ હતી. મહિલા બેન્કમાં નોકરી કરતી હોવાથી પગારના રૃપિયા પ્રેમી લઇ લેતો હતો અને ત્રાસ આપતો હતો તેમજ મારઝૂડ પણ કરતો હતો. ત્યારે મહિલાએ લગ્નની વાત કરતા તું બીજા સમાજની છે જેથી મારા પરિવારજનો લગ્ન માટે ના પાડે છે તેમ કહીને લગ્નની ના પાડી હતી. આખરે કંટાળીને મહિલાએ તા. ૨૯ એપ્રિલે ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.