Get The App

રફતારનો કહેર ઃ ચંડોળા પાસે પગપાળા જતી વૃદ્ધાને બસે કચડી

બેફામ વાહન હંકારવાથી અકસ્માતના વધતા બનાવો

સારવાર દરમિયાન હોમગાર્ડ જવાનની માતાનું કરુણ મોત

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
રફતારનો કહેર ઃ ચંડોળા પાસે પગપાળા જતી વૃદ્ધાને બસે કચડી 1 - image

અમદાવાદ, રવિવાર

બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. ચંડોળા પાસે  બીઆરટીએસની ટક્કરથી પગપાળા જઇ રહેલા વૃદ્ધાનું મોત થયું હતું. હોમગાર્ડ જવાનના માતા સંબંધીના ત્યાં જતા હતા ત્યારે અકસ્માત થતાં બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

ગંભીર અકસ્માતમાં  બેભાન હાલતમાં સારવાર દરમિયાન હોમગાર્ડ જવાનની માતાનું કરુણ મોત

નારોલમાં શાહવાડી ગામમાં રહેતા અને હોમગાર્ડમાં નાકરી કરતા યુવકે ટ્રફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઓઢવમાં રહેતા બીઆરટીએસના ડ્રાઇવર  સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે તેમના વૃદ્ધ માતા પુત્રવધુ સાથે દાણીલીમડા સંબંધીના ઘરે જતા હતા.

તેઓ ચંડોળા બેરલમાર્કેટ પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા આ સમયે પૂરઝડપે આવી રહેલી બીઆરટીએસ બસના ડ્રાઇવરે ટક્કર મારતા તેઓ રોડ પર પટકાતા માથામાં પેટ, હાથે પગે ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત થયું હતું.