Gujarat
ગીતા મંદિર બસ સ્ટેન્ડે વૃદ્ધાનો ૨ લાખના દાગીના ચોરનારી મહિલા પકડાઇ
By GS TEAM
6 Nov 20251 min read

અમદાવાદ,ગુરુવાર
ગીતામંદિર બસ સ્ટેન્ડ ઉપર મુંબઇથી આવેલું દંપતિ સાબરકાંઠા ખાતે વતન જઇ રહ્યું હતું. ત્યારે ભીડનો લાભ લઇને તેમના થેલામાંથી રૃા. ૨ લાખના દાગીનાની ચોરી થઇ હતી. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે દાહોદની મહિલાનમે પકડીને ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
કાગડાપીઠ પોલીસે દાહોદની મહિલાને પકડીને મંગળસુત્ર કબજે કરી વધુ તપાસ હાથ ધરી
મુંબઇ ખાતે રહેતા વૃદ્ધા તેમના પતિ સાથે તા.૨૯-૦૯-૨૫ના રોજ ગીતા મંદિરથી બસ સ્ટેન્ડથી બસમાં બેસીને પોતાના વતન સાબરકાંઠા જઇ રહ્યા હતા. ત્યારે ભીડનો લાભ ઉઠાવીને તેમના થેલામાંથી રૃપિયા બે લાખના મંગળસુત્રની ચોરી થઇ હતી. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે દાહોદની મહિલાની ધરપકડ કરીને તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.








