સાસરીયાના અસહ્ય ત્રાસથી કંટાળી મહિલાનો ગળે ફાંસો ખાઇ આપઘાત
વટવામાં મહિલાએ પડોશમાં રહેતા યુવક સાથે અઢી વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા
ફાંસો ખાધા બાદ આઇસીયુંમાં સારવાર દરમિયાન અવસાન થયું
અમદાવાદ, બુધવાર
વટવામાં મહિલાને પડોશી સાથે પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અઢી વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને સાત મહિના સારી રીતે રાખી હતી ત્યારબાદ નાની નાની બાબતે તકરાર કરીને પતિ મારઝૂડ કરતો સાસરિયા દ્વારા અતિશય ત્રાસ આપવામાં આવતો હતો. જેને લઇને કંટાળીને મહિલા ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વટવા પોલીસે પતિ સહીત બે જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાર વર્ષ પહેલા લગ્ન કર્યા સાત મહિના સારી રીતે રાખી મારઝૂડ કરતાં ફાંસો ખાધા બાદ આઇસીયુંમાં સારવાર દરમિયાન અવસાન થયું
વટવામાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સિલાઇ કામ કરતા યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા રમેશભાઇ અને તેમની માતા સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૨૫ વર્ષની બહેન બહેને અઢી વર્ષ પહેલા આરોપી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના સાત મહિના સુધી સાત મહિના સારી રીતે રાખી હતી ત્યારબાદ નાની નાની બાબતે તકરાર કરીને પતિ મારઝૂડ કરતો સાસરિયા દ્વારા અતિશય ત્રાસ આપવામાં આવતો હતો.
ત્રણ વખત રિસાઇને પિયરમાં રહેવા આવી હતી પરંતુ પતિ માફી ંમાગીને મનાવીને લઇ ગયો હતો તેમ છતાં ફરીથી મારઝૂડ કરીને માનસિક શારિરીક ત્રાસ આપતા હતા. જેથી સાસરીયાથી કંટાળીને મહિલાએ તા. ૧૯ના રોજ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાધો હતો. બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમા દાખલ કરતાં બીજા દિવસે મૃત્યું થયું હતું. આ ઘટના અંગે વટવા પોલીસે પતિ સહીત બે જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.