Get The App

કાલુપુરમાં કેમ કટ મારી કહી ચાકુથી હુમલો કરતા કાર ચાલક બેન્ક મેનેજર લોહી લુહાણ

મેઘાણીનગરથી જમવા માટે રાયપુર જતા કાલુપુર સર્કલ પાસે રિક્ષા આડી કરી રોક્યા

કાર રોકી તકરાર કરીને કંઇપણ કહ્યા વગર તિક્ષ્ણ હથિયારથી હુમલો

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News

અમદાવાદ,શનિવારકાલુપુરમાં કેમ કટ મારી કહી ચાકુથી હુમલો કરતા કાર ચાલક બેન્ક મેનેજર લોહી લુહાણ 1 - image

કાલુપુર સર્કલ પાસે ગઇકાલે મોડી રાતે કાર લઇને જતા બેન્ક આસિ. મેનેજરને રિક્ષા ચાલકે રોક્યા હતા અને કેમ કટ મારીને ઓવર ટેક કરી હતી કહીને કંઇપણ કહ્યા વગર જ ચાકુથી હુમલો કરીને ગાલ, કાન અને હાથ ઘા મારીને  લોહી લુહાણ કરતા યુવક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે કાલુપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

કાર રોકી તકરાર કરીને કંઇપણ કહ્યા વગર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ગાલ કાન, હાથે ગંભીર ઇજા થતાં યુવક સારવાર હેઠળ,કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ચાંદખેડામાં રહેતા અને બેન્કમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા યુવકે કાલુપુર પોલીસ સ્ટશનમાં અજાણ્યા રિક્ષા ચાલક સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક અને તેના મિત્ર કાર લઇને મેઘાણીનગરમાં રહેતા તેમના ભાઇના ઘરે ગયા હતા અને ત્યાંથી જમવા માટે મેન્કો થઇને કાલુપુર બ્રિજ ઉપરથી પસાર થતા હતા.

જ્યાં કાલુપુર સર્કલ પાસે એક રિક્ષા ચાલકે આવીને કાર આગળ રિક્ષા ઉભી કરી દીધી હતી અને કમ કટ મારીને ઓવર ટેક કરી હતી કહીને યુવક કંઇ વિચારે તે પહેલા કંઇપણ કહ્યા વગર જ રિક્ષા ચાલકે ચાકુથી હુમલો કરીને ગાલ, કાન અને હાથ ઘા મારીને  લોહી લુહાણ કરતા યુવક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે કાલુપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Tags :