Gujarat

નશામાં ધૂત ટીઆરબી જવાને ચાર વાહનોને ટક્કર મારી

By GS TEAM
18 Jun 20252 mins read
નશામાં ધૂત ટીઆરબી જવાને ચાર વાહનોને ટક્કર મારી

 અમદાવાદ, બુધવાર

એકતફ સરકાર નશાબંધીના અમલનો દાવો કરી રહી છે, તો બીજીતરફ દારુપીને છાકટા બનેલા લોકો નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકોને ટક્કર મારી રહ્યા છે. નિકોલમાં ગઇકાલે મધરાતે મધરાતે નશામાં ધૂત પૂર્વ ટીઆરબી જવાને પૂર ઝડપે કાર હંકારીને ચાર વાહનો અને લારીને અડફેટે લીધી હતી. જો કે કોેઇ જાનહાનિ થઇ ન હતી. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નિકોલમાં મધરાતે પૂર ઝડપે કાર હંકારીને આતંક મચાવ્યો કારમાં સવાર મિત્રો ભાગી ગયા, દારુની બોટલ મળી

ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા ઠક્કરનગરમાં રહેતા હે.કોન્સ્ટેબલ રણજીતદાને પોલીસ સ્ટેશનમાં ઠક્કરનગરમાં રહેતા અને અગાઉ ટીઆરબીમાં નોકરી કરતા જવાન સામે ફરિયાદ નોંધાવી છે કે  આરોપી ગઇકાલે મધરાતે દારુનો નશો કરીને પોતાની કાર પૂર ઝડપે લઇને નિકોલ વિસ્તારમાંથી પસાર થતા હતા જ્યાં નશામાં ધૂત હોવાથી કારના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા  દાસ ખમણ ત્રણ રસ્તા પાસે રોડ ઉપર પાર્ક કરેલા ચાર વાહનો અને લારીને ટકક્કર મારી હતી.

જો કે મધરાત હોવાથી કોઇને જાનહાનિ થઇ ન હતી પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધીને તપાસ કરતાં આરોપી અગાઉ ટીઆરબીમાં નોકરી ગેર હાજર રહેતો હતો અને ફરજમાં પણ બેદરકારી દાખવતો હોવાથી  છૂટો કરી દીધો હતો. સ્થાનિક લોકો તરફથી મળતી માહિતી મુજબ ડેશબોર્ડ ઉપર પોલીસ લખેલું બોર્ડ પણ મળી આવ્યું હતું, કારંમાંથી દારુની બોટલ પણ મળી આવી હતી. જો કે ઘટના બનતાં કારમાં સવાર તેના મિત્રો ભાગી ગયા હતા.