ચાઇનીઝ દોરીનો ૮.૧૬ લાખનો જથ્થા પકડાયો
ટ્રાવેલ્સમાં સુરતથી કાલુપુરના પતંગના વેપારીએ મંગાવ્યો હતો
રામોલમાંથી ચાઇનીઝ દોરીના ૨૦૪૦ ટેલર ભરેલા ૩૪ પાર્સલ
અમદાવાદ, બુધવાર
રામોલ પોલીસે પ્રતિબંધિત ઘાતક ચાઇનીઝ દોરીના જથ્થા સાથે કાલુપુરના પતંગના વેપારીને પકડયો હતો. પોલીસ તપાસમાં સુરતથી ટ્રાવેલ્સમાં મંગાવ્યો હતો. રામોલ પોલીસે ગુનો નોંધીને ૨૦૪૦ ચાઇનીઝ દોરીના ટેલર ભરેલા ૩૪ પાર્સલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રામોલમાંથી ચાઇનીઝ દોરીના ૨૦૪૦ ટેલર ભરેલા ૩૪ પાર્સલ સગેવગે કરતા પહેલા પોલીસ ,ત્રાટકી દોરીનો જથ્થો કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી
રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ બી.આર.રબારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં કાલુપુરમાં પતંગનો વ્યવસાય વેપારી તથા સુરતના ભગાભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમને બાતમી આધારે રામોલમાં અદાણી સર્કલ પાસે કાબરા ટ્રાવેલ્સ મેદાનમા ગેરકાયદે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો આવ્યો છે.
જેને લઇને પોલીસે દરોડો પાડતાં આરોપી પાસેથી રૃા.૮.૧૬ લાખની કિંમતના ૨૦૪૦ ચાઇનીઝ દોરીના ટેલર ભરેલા ૩૪ પાર્સલ મળી આવ્યા હતા પૂછપરછ કરતાં પકડાયેલા પતંગના વેપારીએ સુરતથી મંગાવ્યા હતા. પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

