Gujarat

ચલ ખડા હો તુઝે મારના હૈ કહી પાપઇના ફટકા મારતાં યુવક લોહી લુહાણ

By GS TEAM
16 Jun 20251 min read
ચલ ખડા હો તુઝે મારના હૈ કહી પાપઇના ફટકા મારતાં યુવક લોહી લુહાણ

અમદાવાદ,સોમવાર

પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે, અસારવા ચમનપુરા વિસ્તારમાં ગઇકાલે  ખાટલામાં સૂતો હતો ત્યારે મધરાતે આરોપીએ આવીને ભર ઉંઘમાંથી જગાડયો હતો અને ચલ ખડા હો, તુઝે મારના હૈ કહીને આડેધડ પાઇપના ફટકા મારીને યુવકને લોહી લુહાણ કર્યો હતો. યુવક હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ  છે. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અસારવામાં ભર ઉંઘમાંથી જગાડીને  મેરે ભાઇ કે સાથે ક્યું ઝઘડા કિયા કહીને  ફેંટ પકડીને હુમલો કરી આરોપી નાસી ગયો ઃ શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 મેઘાણીનગરમાં  રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા  યુવકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં મેઘાણીનગર રામેશ્વર પાસે ચાલીમાં રહેતા શિવા સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ગઇકાલે રાતે ચાર માળિયા મકાન પાસે ખાટલામાં સૂતા હતા જ્યાં મધરાતે આરોપીએ આવીને યુવકને જગાડયો હતો અને ચલ ખડા હો, તુઝે મારના હૈ કહીને તકરાર કરી હતી 

આરોપીએ મેરે ભાઇ કે સાથે ક્યું ઝઘડા કિયા કહીને  ઉશ્કેરાઇને ફેંટ પકડીને માર માર્યા બાદ આડેધડ પાઇપના ફટકા મારીને યુવકને લોહી લુહાણ કરતા હાલમાં તે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ  છે. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.